બોર્ડની મીટીંગમાં વિરાટે તેના વ્યસ્ત શેડયુલ મામલે નારાજગી જતાવી
તાજેતરમાં જ ક્રિકેટરોના પગાર વધારવા અંગે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ બોર્ડના અધિકારીઓની સામે પ્રસ્તાવ રાખ્યો હતો. ગુરુવારે સેબેરી સિવાય ક્રિકેટરોના વ્યસ્ત શેડયુલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેના મુદે કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીએ બેઠક કરી હતી. સીઈઓએ ખેલાડીઓના પગાર વધારાની મંજુરીને સ્વિકૃતિ આપી છે. સીઈઓ પ્રમુખે બેઠક બાદ આ નિર્ણય વિશે જાહેર કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવનારા દરેક સમય માટે અમે કોહલી અને તેની ટીમની માંગનો સાથ આપીશું. જયાં સુધી કમ્પેન્સેશન પેકેજની વાત છે તો તેમાં પણ બદલાવ કરવામાં આવશે. તેઓ રેવેન્યુની સાથે પ્રત્યેક ખેલાડીઓની મળનારી રાશીની પણ જોડણી કરશે. બેઠક દરમ્યાન નિર્ણય લેવાયો હતો કે ટીમ ઈન્ડિયા વર્ષ ૨૦૧૮માં ઈંગ્લેન્ડ સામેની મેચ માટે ૨ સપ્તાહ પહેલા રવાના થઈ જશે. તેમજ ખેલાડીઓને વાતાવરણ સાથે મળવાનો મોકો આપવામાં આવશે.
આ ઉપરાંત છેલ્લા અઠવાડિયાના તેના ખુબ જ વ્યસ્ત શેડયુલને કારણે વિરાટે નારાજગી વ્યકત કરી હતી. ફેરફારોના નિયમો પૂર્વે ‘એ ગ્રેડ’ ક્રિકેટરોને વાર્ષિક ૨ કરોડ આપવામાં આવતા તો ‘બી ગ્રેડ’ ખેલાડીઓને એક કરોડ અને ‘સી ગ્રેડ’ ખેલાડીઓને પ્રતિ વર્ષ ૫૦ લાખ પગાર આપવામાં આવતો હતો. પ્રતિ ટેસ્ટ મેચ માટે ખેલાડીઓને ૧૫ લાખ નિયુકત કરાયા હતા પરંતુ તેમને ઓડિઆઈ મુજબ ૬ લાખ જ આપવામાં આવતા હતા જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે.