મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદી વાસરભાઈ દેસરભાઈ જીલરીયાએ એવી ફરીયાદ નોંધાવેલ કે ફરીયાદીના બનેવીએ આરોપીઓના ભાઈ વીરૂધ્ધ ફરીયાદીના બનેવીના ખેતરમાં ચણા સળગાવી નાખેલ બાબતે ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી બેલા(આમરણ) ગામે ફરીયાદીના ભત્રીજા સાથે ગાળાગાળી કરી ઝઘડો કરતા ફરીયાદી છોડાવવા જતા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે માથામાં ધોકાનો ધા મારી માથામાં હેમરેજ જેવી જીવલેણ ઈજા કરી તથા અન્ય આરોપીઓએ ગુનામાં મદદગારી કરેલ હોય તે બાબતની ફરીયાદી નોંધાવેલ હોય આ બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ લાખાભાઈ માણસુરભાઈ ખુંગલા મગનભાઈ માણસરભાઈ ખુંગલાનાઓની ધરપકડ કરી આરોપીઓ વીરહ્ય ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. આ અંગેનો કેશ અત્રેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં શરૂ થયેલો તમામ આરોપી વતી મોરબી જીલ્લાના ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા તથા યોગરાજસીહ જે. જાડેજા રોકાયેલ.
આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીઓના વકીલો દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા તથા યોગરાજીંહ જે. જાડેજાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હકમ કરેલ.
આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, રોહીતીંહ જાડેજા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, ડીમ્પલ રૂપાલા, દીવ્યા સીતાપરા, રવી ચાવડા રોકાયેલ હતા.