વેરી વરસાદ આજે ઈંગ્લેન્ડને રોમાંચકારી જીત હસ્તગત કરાવશે?
કોરોના વાયરસની મહામારીમાં ઘણા સમય બાદ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થયું છે. ઈગ્લેન્ડ ખાતે ઈગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ટેસ્ટ મેચનું આયોજન થયું છે. ત્યારે સિરીઝની છેલ્લી મેચનો આજે અંતીમ દિવસ છે. પરંતુ સાથે સાથે વરસાદની પણ આગાહી ઈગ્લેન્ડ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સીરીઝમાનાં ચોથા દિવસે પણ વરસાદ પડયો હતો. જેથી રમતમાં અડચણ આવી હતી. ઈગ્લેન્ડએ છેલ્લી ટેસ્ટમાં સારો દેખાવ કર્યો છે. ત્યારે આજે અંતિમદિવસે જો વરસાદ આવશે તો મેચ ડ્રો થવાની સંભાવના છે. અને રમત પુરી થઈ તો ઈગ્લેન્ડને જીત મળી શકે છે. સીરીઝની પ્રથમ મેચમાં ઈગ્લેન્ડ દ્વારા પોતાનો દેખાવ કાઈ ખાસ કર્યો નહતો. આજના દિવસમાં મેચમાં જો વરસાદ પડશે તો ઈગ્લેન્ડને શ્રેણી હસ્તગત કરવી તલવારની ધાર પર ચાલવા બરાબર છે. એટલે કે સીરીઝ જીતવી ઈગ્લેન્ડ માટે મુશ્કેલ બની રહેશે.
વેસ્ટઈન્ડીઝને શ્રેણીની છેલ્લી મેચમા ૩૯૯ રનનો ટારગેટ મળ્યો છે. ત્યારે પોતાની રમત રમવા માટે આજનો અંતીમ દિવસ બચ્યો છે. સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે ટેસ્ટસીરીઝનો અંતીમ મેચનો અંતીમ દિવસે વનડે મેચ જેવી રમત રહેશે તેવું અનુમાન પણ લાગી રહ્યું છે. ત્યારે આજની મેચ જીતી સીરીઝ જીતવા માટે વરસાદ બંને ટીમ માટે મોટી ભૂમિકા ભજવશે.
આજની મેચ સાત વાગ્યા સુધીમાં શરૂ થશે તો ઈગ્લેન્ડને મેચ જીતવાનો શકયતાઓ વધી જશે. જોકે આજની મેચ એક રોમાચકારી રમત રહેશે તેવું માનવામા આવી રહ્યું છે. ઈગ્લેન્ડની જો વાત કરીએ તો ૨-૧થી સીરીઝ જીતવા માટે એક દિવસ બાકી છે. ત્યારે ઈગ્લેન્ડની જીત માટે વરસાદ કેટલો વિઘ્ન રૂપ બને છે. તે જોવાનું રહ્યું.
બ્રોડ એકવિકેટ પાછળ રહી ગયો અન્યથા ૪૦૦ કલબમાં સાતમો બોલર તરીકે સ્થાન પ્રાપ્ત કરીશકે તેમ હતો રવિવારની મેચમાં તેમણે વેસ્ટઈન્ડીઝની ૬ વિકેટો લીધી હતી. ૩૪ વર્ષિય પેસમેનએ ૩૧ રન આપી ૬ વિકેટો મેળવી હતી ત્યારે વેસ્ટઈન્ડીઝ ૩૬૯ના ટારગેટ નો પીછો કરતા ૧૯૭ રનમાં ઓલ આઉટ થઈ ગયું હતુ ત્યારબાદ ૨ વિકેટમાં ૨૨૬ રન બનાવી ઈગ્લેન્ડએ પોતાનો દાવ ડીકલેર કરી નાખ્યો હતો.
વેસ્ટ ઈન્ડીઝના ઓપનર એવા બ્રોડએ ટેસ્ટ સીરીઝમાં ૪૯૯ વિકેટ લીધી છે. જો બોલરોની વાત કરવામાં આવે તો શ્રીલંકાના મુરલીધરન એ ટેસ્ટ સીરીઝમાં ૮૦૦ જેટલી વિકેટ લઈ પોતાની સર્વપરિતા રાખી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલીયાના શેનવોરનરએ ૭૦૮ વિકેટ લીધી છે. ત્યારે ભારતના અનિલ કુંબલેએ ૬૧૯ ટેસ્ટ વિકેટ લીધી છે. આજની મેચમાં વેસ્ટઈન્ડીઝ પોતાની જીત માટેના ૩૯૯ રનના ટારગેટ સુધી પહોચવા માટે આજે અંતિમ દિવસ રહ્યો છે.
વેસ્ટઈન્ડીઝએ ૨-૧થી વીઝડન ટ્રોફી ગયા વર્ષે મેળવી છે. ત્યારે આ સીરીઝ જીતવી ઈગ્લેન્ડ માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે.