- જમાઈ અને તેના સાગરીતોએ જ પુત્રીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યાનો પિતાનો આક્ષેપ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામમા એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે.માહિતી અનુસાર બે બહેનો ઉપર એસિડ એટેક કરવામાં આવ્યો છે. જેના કારણે ગંભીર રીતે દાઝી ગયેલી બંને બહેનોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ આ ઘટનામાં નાની બહેનના પતિએ એસિડ એટેક કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ ઘટના બાદ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર વંથલી તાલુકાના ધંધુસર ગામે રહેતા મગનભાઈ ઝાલાની બંને પુત્રી હેતલ સંજય સોલંકી અને સેજલ પર ગત મોડી રાત્રે આશરે અઢી વાગ્યા આસપાસ બારીમાંથી એસિડ એટેક કરવામાં આવ્યો હતો. આશરે પાંચ જેટલાં શખ્સોએ આ કૃત્ય આચર્યાનું મગનભાઈ ઝાલાએ જણાવ્યું છે. એસીડ અટેકને કારણે મોઢા અને હાથ તેમજ છાતીના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ વંથલી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. હજુ સુધી મહિલા પર એસિડ એટેક કરવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ તો પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અગાઉ પણ એસિડ એટેકની ઘટના અનેક વાર સામે આવી છે. આ ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મગનભાઈ ઝાલાના જણાવ્યા અનુસાર એસિડ એટેક તેમના જ જમાઈ અને તેના મળતીયાઓએ કર્યો છે. તેમની પુત્રી સેજલ મકવાણાનો પતિ અમિત મકવાણા રહે માણાવદરવાળાએ જ આ એસિડ એટેક કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકાદ માસ પૂર્વે જ પતિ અમિત મકવાણા સહિતનાએ પુત્રી સેજલને બેફામ માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. જેથી પુત્રી સેજલને માવતર ખાતે લઇ આવ્યા હતા. જે બાદ નાની પુત્રી હેતલ સંજય સોલંકી ખબર અંતર પૂછવા આવી હતી.
જે બાદ ગત રાત્રે બંને પુત્રી એક રૂમમાં સૂતી હતી ત્યારે રાત્રે બે અઢી વાગ્યા આસપાસ અમિત મકવાણા અને તેના ચારેક સાગરીતો દોડી આવ્યા હતા અને પાંચેય શખ્સોએ એસિડ એટેક કરતા બંને પુત્રીને મોઢા અને છાતીના ભાગે ઇજા પહોંચી છે તેવું પિતા મગનભાઈ ઝાલાએ જણાવ્યું છે.
મામલામાં ઈજાગ્રસ્ત હેતલ સોલંકીએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે, આ હુમલો મારા બનેવી અમિત મકવાણાએ જ કર્યો છે. પાંચેક લોકો રાત્રે ધસી આવ્યા હતા અને બારીમાંથી એસિડ ફેંકતા અમે બંને બહેનો દાઝી ગયાં હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ બનેવીએ બહેનને મારી નાખવાના ઇરાદે હુમલો કરતા બહેન સેજલને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ભારતમાં એસિડ હુમલા પર કાયદો
વર્ષ 2013 સુધી એસિડ હુમલાને અલગ ગુનો તરીકે ગણવામાં આવતો ન હતો. જો કે, ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ) માં સુધારા પછી, એસિડ એટેકને ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ) ની અલગ કલમ (326અ) હેઠળ મૂકવામાં આવ્યો હતો અને તેને ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા સાથે આજીવન કેદની સજા કરવામાં આવી હતી સુધી લંબાવી શકાય છે.