હળવદના લીલાપર ગામે ગૌવંશ ઉપર એસિડથી હુમલો કરતા નરાધમો પર ફિટકાર વરસ્યો
હળવદ પંથકમાં ગૌવંશ ઉપર વધુ એક વખત એસિડ એટેકનો બનાવ સામે આવતા લોકોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતોે.જેમાં હળવદના લીલાપર (ચંદ્રગઢ) ગામે અજાણ્યા શખ્સોએ ગૌવશ ઉપર એસિડથી હુમલો કર્યો હતો.આ એસિડ એટેકથી ગૌવંશને ગંભીર ઇજા પહોંચી હતી.વધુ એક વખત એસિડ એટેકનો બનાવ સામે આવતા ગૌપ્રેમીઓમાં ધગધગતો આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગૌપ્રેમીઓએ આ બનાવના દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હળવદના લીલાપર (ચંદ્રગઢ) ગામે ગતરાત્રીના સમયે અજાણ્યા શખ્સોએ કેટલાક ગૌવંશ ઉપર એસીડ છાંટીને હુમલો કર્યો હતો.
આ ગૌવંશ અતિશય રીતે કણસતી હાલતમાં મળી આવ્યા છે અને આ ગૌવંશ ઉપર એસિડ છાંટયું હોવાથી ગંભીર ઇજાથી કણસી રહ્યાનું માલુમ પડ્યું હતું.ખાસ કરીને ગૌવંશના પીઠના ભાગે એસિડ છાંટીને હુમલો કરાયો હોવાથી આ અબોલ પશુઓને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.આ ગૌવશ ઉપર એસિડ એટેકથી ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો હતો નરાધમો ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી તેમજ આ નરાધમો સામે પોલીસ સખ્તમાં સખત કાર્યવાહી કરે એવી માંગ ઉઠાવી છે.
હળવદ પંથકમાં જાણે ગૌવંશ ઉપર એસિડથી હુમલો કરવો સામાન્ય બાબત હોય તેમ આવા જઘન્ય બનાવો હમણાંથી રોજિંદા બન્યા છે હળવદ પંથકમાં ગૌવશ એસિડ એટેકની વણઝાર ચાલી હોય તેમ અગાઉ હળવદના સુખપર, કવાડિયા, માથક, રાણેકપર ,નવા વેગડવાવ સહિતના ગામોમાં આ ઘટના બની હતી.જો કે , ગૌવંશ ઉપર અત્યાચારના આટ એટલા બનાવો બન્યા હોય અને ઉપરથી વધુ એક બનાવ સામે આવતા લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો હતો.