ગુજરાતના ખેલાડીઓએ એશિયા ખંડમાં યોજાયેલ 20મી એશિયન માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપમાં મોટી સિદ્ધી મેળવી છે. હાલમાં જ એશિયા ખંડમાં યોજાયેલ 20મી એશિયન માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપમાં ચીનમાં યોજવામાં આવી હતી. ભારતભરમાં 215 એથ્લેટ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં માસ્ટર એથ્લેટીક એસોસિએશન ઓફ ગુજરાત તરફથી ૧૧ ખેલાડીઓએ એન્ટ્રી ભરેલ હતી. તેમાંથી ૯ ખેલાડીઓ ચીન ખાતે હાજર રહ્યા હતા.
એશિયા ખંડનાકુલ ૨૦ દેશોમાંથી ૨૫૦૦ ખેલાડીઓએ એથ્લેટીક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. તમામ ભાગ લેનાર એશિયન દેશોની મેડલોની સ્પર્ધામાં ચીન પ્રથમ ક્રમે ભારત દેશએ ૧૪૬ મેડલોસાથે જાપાનને ટક્કર આપી બીજા સ્થાને રહેલ હતું. જ્યારે જાપાન દેશ ત્રીજા સ્થાને રહેલ. આ એશિયન એથ્લેટીક ચેમ્પીયનશીપમાં ગુજરાતના ખેલાડીઓએ પણ એક ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ સાથે કુલ સાત મેડલો મેળવી ગુજરાત અને ભારતને ભવ્ય સિધ્ધી હાંસલ કરી દબદબો જાળવી રાખેલ હતો.
જેમાં ભાવનગરના ૮૫ પ્લસ એઈઝ ગુ્રપમાં મોહનભાઈ ચૌહાણે જેવેલીનથ્રોમાંગોલ્ડ મેડલ અનેગોળાફેંકમાં સિલ્વર મેડલ તથા ૪ ૧૦૦ મી. રીલે દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. આ તમામ ખેલાડીઓએ મેડલો મેળવી એશિયામાં ગુજરાતને સ્થાન અપાવી ગૌરવ અપાવેલ છે.