જય ઇન્ટરનેશનલ સ્કૂલનું ગૌરવ

જય ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્યાન ભુટા ને ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને લર્નીંગ પેટર્ન વિષયમાં બાયજુસ દ્વારા લેવામાં આવેલ નેશનલ એપ્ટીટ્યુડની પરિક્ષામાં નેશનલ લેવલે ૯૯.૯ પર્સન્ટાઇલ સાથે આખા દેશમાં ૪૬મો ક્રમાંક અને ગુજરાતમાં અને રાજકોટમાં ૧૦૦% પ્રાપ્ત કરીને શાળા અને તેમના વાલીનું નામ રોશન કર્યુ છે.

બાયજુસ દ્વારા નેશનલ એપ્ટીટ્યુડની પરિક્ષા દ્વારા વિદ્યાર્થીઓના પ્રાપ્ત પરિણામ પરથી વ્યક્તિગત એનાલીસીસ કરવામાં આવે છે, જેમા માનસીક ક્ષમતા, ફિઝીકસ, કેમેસ્ટ્રી, ન્યુમેરીકલ રીઝોનીંગ, વર્બલ એબીલીટી, લોજીકલ રીઝોનીંગ, સ્પેશીયલ રીઝોનીંગ, એપ્લીકેશન, અને રીટેન્શનનુ પૃથ્કરણ કરાયુ છે, જેમા જય સ્કુલના વિદ્યાર્થી ધ્યાનને ઉત્તમ રીમાર્કસ મળ્યા છે.

ધ્યાન ભુટાએ મેળવેલ સફળતા બદલ સંસ્થાના ડિરેકટર  ડી.વી. મહેતા, સીઇઓ  ડીમ્પલબેન મહેતા અને પ્રિન્સીપાલ વિપુલ ઘન્વાએ વિદ્યાર્થી અને તેમના વાલીઓને ઝળહળતી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.