• અદાણી એન્ટરપ્રાઈઝની જનરલ બોર્ડની બેઠકમાં ગૌતમ અદાણીએ શેર હોલ્ડરોને કંપનીના સહયોગ-વિશ્ર્વાસ બદલ આપ્યા અભિનંદન

વિશ્ર્વના ટોચના  ઉદ્યોગગૃહમાં ભારતનું નામ રોશન કરનાર અદાણી એન્ટરપ્રાઈઝની મળેલી વાર્ષિક સાધારણ સભામાં ગૌતમ  અદાણીએ  શેર હોલ્ડરોને સંબોધન કરી જણાવ્યું હતુ કે  અદાણી એન્ટરપ્રાઈઝની સિધ્ધિઓજ  તેની સફળતાનો  પુરાવો છે. તેમ તેમણે જણાવ્યું હતુ.

આ વર્ષ અનેક રીતે મહત્વનું સીમાચિહ્નરૂપ બની રહ્યું છે. જોગાનુજોગ તે અમારી 30મી વર્ષગાંઠ છે.આથી અદાણી એન્ટરપ્રાઈઝના 1994માં તેના પ્રથમ આઈપીઓથી લઈને અમે જે પડકારોનો સામનો કરીને અમે જે સફળતા હાંસલ કરી છે તે સુધીની અનેરી સફર ઉપર પાછલી નજર કરવાનો અને ઉજવણી કરવાનો આ રુડો સમય છે.

મારા વિનમ્ર દૃષ્ટિકોણ મુજબ આપણી સિદ્ધિઓમાં આપણી સફળતાનું સાચું માપ ઓછું અને પ્રતિકૂળતાનો સામનો કરવાની આપણી ક્ષમતા વધુ છે. મારા કિસ્સામાં મેં મારી માતા પાસેથી મારા જ્ઞાનના પાઠ પ્રાપ્ત કર્યા છે. બનાસકાંઠાના કઠોર રણમાં ઉછરીને મેં ખરી તાકાત દ્રઢતામાં રહેલી છે તેવો પાઠ તેમની પાસેથી શીખ્યો છું.

આ દ્રઢ મનોબળે જ અમને દેશની સૌથી પ્રશંસનીય કંપનીઓમાંની એક બનવાનો માર્ગ કંડાર્યો છે અને પાછલા વર્ષે જ અમે અમારા દ્રઢ મનોબળનો પરિચય કરાવ્યો હતો આનાથી વધુ મજબૂત સાબિતી અગાઉ ક્યારેય દર્શાવી ન હતી.

એક વિદેશી શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોનો આપણે સામનો કરવો પડ્યો હતો જેણે અમારી દાયકાઓની મહેનત પર સવાલ ઉઠાવ્યા હતા. અમારી પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા ઉપર થયેલા અભૂતપૂર્વ હુમલાનો સામનો કરીને અમે વળતો મુકાબલો કરીને એ પૂરવાર કર્યું  છે કે જે પાયા ઉપર આપના જૂથની સ્થાપના કરવામાં આવી છે તેને કોઈપણ પડકાર નબળું પાડી શકે નહીં.

ટકી રહેવાની હિંમત, અમારી ક્ષમતાઓમાં વિશ્વાસ અને અમારા હેતુને સિધ્ધ કરવા માટેની પ્રતિબદ્ધતા.એવા અમારા  આ ત્રણ મુખ્ય મૂલ્યો ધરાવતા પાયાઓ છે. આ મૂલ્યો સાથેની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી અને પસાર થતા દરેક વર્ષ સાથે વધુ સુસંગત અનુકુળતા સાધવાનું ચાલુ રાખ્યું છે.

સામાન્ય શોર્ટ સેલર્સ નાણાકીય બજારોમાંથી નફો રળી લેવાને લક્ષ્ય બનાવે છે. પરંતુ આ શોર્ટ સેલરનો ઇરાદો અલગ હતો તે દ્વિપક્ષીય હુમલો હતો – અમારી નાણાકીય સ્થિતિની અસ્પષ્ટ ટીકા અને તે જ સમયે વિકૃત માહિતી ફેલાવવાની ઝુંબેશ અમોને રાજકીય સંઘર્ષનામેદાનમાં ખેંચી ગઈ. આ હુમલો અમારી ફોલો-ઓન પબ્લિક ઑફર બંધ થયાના બે દિવસ પહેલા ગણતરીપૂર્વકની ચાલબાજી હતી. પશ્ચિમના પ્રસાર માધ્યમોના એક ભાગ દ્વારા વ્યાપક રીતે અમને બદનામ કરી મહત્તમ નુકસાન કરવા અને અમારી મહેનતથી કમાયેલા બજાર મૂલ્યને નષ્ટ કરવા માટે પ્રપંચ રચવામાં આવ્યું હતું.

આ શોરબકોરને ધ્યાને લઇ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા એફપીઓ દ્વારા સફળતાપૂર્વક રૂ.20,000 કરોડ એકત્ર કરવા છતાં, અમારા રોકાણકારો પ્રત્યેના અમારા સમર્પણ અને નૈતિક વ્યાપાર પ્રથાઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વળગી રહીને અમે આ રકમ પરત કરવાનો અસાધારણ નિર્ણય લીધો.

આ સ્થિતિમાં જ્યાં મોટાભાગની કંપનીઓ ભાંગી પડી હશે, તે સંજોગોમાં આપણી લિક્વિડિટી આપણી સૌથી મોટી સંપત્તિ બની ગઈ છે. આપણી રોકડ અનામતને વધુ વધારવા માટે અમે વધારાના રૂ.40,000 કરોડ ઊભા કર્યા છે, જે અમારા દેવાની ચુકવણીના આગામી બે વર્ષને આરામથી આવરી લે છે. આ નિર્ણાયક કાર્યવાહી આપની કંપનીની મહાન શક્તિનો પુરાવો છે. તેણે બજારનો વિશ્વાસ પુન:સ્થાપિત કર્યો અને આપણે માર્જિન-લિંક્ડ ફાઇનાન્સિંગમાં રૂ.17,500 કરોડની પૂર્વ ચુકવણી કરીને કોઈપણ અસ્થિરતા સામે આપણા પોર્ટફોલિયોનું રક્ષણ કર્યું છે.

વધુમાં દેવાની ચુકવણીમાં આજ સુધી ક્યારેય કોઈ પડકારોનો સામનો કરવો પડ્યો ના હોવા છતાં અમે ફક્ત છ મહિનામાં અમારું દેવું અને ઊઇઈંઝઉઅ રેશિયો 2.5ડ્ઢ સુધી ઘટાડવાનું પસંદ કર્યું હતું જે હવે 2.2ડ્ઢથી પણ નીચું છે. આ અભિગમે આપણી નાણાકીય સ્થિતિસ્થાપકતાને માત્ર મજબૂત જ કરી નથી પરંતુ ભવિષ્યના વિસ્તરણ માટે આપણા હેડરૂમમાં પણ વધારો કર્યો છે.

જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે   પગલાંને સમર્થન આપ્યું ત્યારે આ  હુમલા સામેનું  આપણું વલણ વધુ દ્વેષપૂર્ણ સાબિત થયું. વધુમાં કામકાજની શ્રેષ્ઠતા અને પારદર્શક જાહેરાતો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને માત્ર રેટિંગ એજન્સીઓ અને નિષ્ણાંત નાણાકીય સમુદાયો જ નહીં પણ ૠચૠ પાર્ટનર્સ, ઝજ્ઞફિંહઊક્ષયલિશયત, ઈંઇંઈ, ચઈંઅ અને યુએસ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન જેવા આદરણીય વૈશ્વિક રોકાણકારો દ્વારા પણ માન્ય કરવામાં આવી હતી. જેમણે આપણા વ્યવસાયમાં રોકાણ કરવાનું પસંદ કર્યું છે.

જે ઝંઝાવાતોએ આપણી. કસોટી કરી હતી તેણે જ આપણને વધુ શક્તિશાળી બનાવ્યા છે.

હું આપ સમક્ષ ખાવડાનું ચિત્ર પ્રસ્તુત કરું તો  વિશ્વના સૌથી મુશ્કેલ રણમાં જેની ગણના થાય છે એ હવે  કેટલાક સો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશનનું ઘર બન્યું છે. પહેલેથી જ 3,000 મેગાવોટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરી રહયો છે, આગામી પાંચ વર્ષમાં 30 ૠઠ ક્ષમતા વિકસાવવાની આપણી આક્રમક સમયરેખા સાથેનું  લક્ષ્ય છે. જે  બેલ્જિયમ અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોને વીજળી આપવા માટે પૂરતો હશે.

આપણા માટે ખાવડા પાર્ક ટકાઉપણા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.

વધુમાં મુંબઈના ધારાવીમાં વિશ્વના સૌથી મોટા પુન:વિકાસ પ્રોજેક્ટની કલ્પના કરો કારણ કે આગામી દાયકામાં વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં આપણે આમૂલ પરિવર્તન કરીશું. આ પરિવર્તનમાત્ર તેના 10 લાખથી વધુ રહેવાસીઓને જીવન જીવવાનું ગૌરવ પ્રદાન કરશે એટલું જ નહીં પરંતુ તે જ વેળા મુંબઈના આ હૃદયમાં ટકાઉ જીવન અને નવીનતાની એક બેનમૂન ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે

અથવા તો ભારતીય નવીનતાનું પ્રતીક  દૃષ્ટિ 10 સ્ટારલાઇનર ઞઅટ જે આપણા રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરતી આકાશમાં ઉડીને આગળ વધી રહી છે. આ માત્ર મશીનો નથી – તે ભારતની સુરક્ષા અને સુખાકારી માટે આપણી અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

પરિકલ્પના કરવાની અને  જટિલતાને સંભાળવાની તેમજ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખૂબ મોટા પ્રોજેક્ટને અમલમાં મૂકવાની આ ક્ષમતા એ આપણી એક અજોડ યોગ્યતા છે જેને આપણે વધુ સારી રીતે જાળવવાનું ચાલુ રાખ્યું છે. પરિણામો આપણે નાણાકીય સંખ્યામાં પ્રગટ કરીએ છીયે. 2023-24માં આપણે અભૂતપૂર્વ સીમાચિહ્ન હાંસલ કર્યું છે અને રૂ. 82,917 કરોડનો આજ સુધીનો સૌથી વધુ ઊઇઈંઝઉઅ આપણે નોંધાવ્યો છે.અથવા લગભગ ઞજઉ 10 બિલિયન અર્થાત 45% નો નોંધપાત્ર ઉછાળો હાંસલ કર્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.