૮૪ હજાર ટન વજનવાળી આવશ્યક સામગ્રીનું પરિવહન કર્યું
૨૨ માર્ચ ૨૦૨૦થી સંપૂર્ણ લોકડાઉન અને વર્તમાનના આંશિક લોકડાઉન દરમિયાન કઠિન પરિસ્થિતિઓ અને ભયંકર પડકારો હોવા છતાં પશ્ર્ચિમ રેલવેએ ૨૪ જુલાઈ ૨૦૨૦ સુધીમાં ૧૦,૧૧૨ રેક લોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે. વિવિધ સ્ટેશનો પર શ્રમિકોની અછત હોવા છતાં, પશ્ર્ચિમ રેલવે દ્વારા પોતાની ગુડઝ ટ્રેનો દ્વારા દેશભરમાં જરૂરી સામગ્રીની પરીવહન સુનિશ્ર્ચિત કરી રહી છે. આમાં પીઓએલનાં ૧૦૯૦, ખાતરોના ૧૬૮૧, મીઠાના ૫૫૩, અનાજનાં ૧૦૩, સિમેન્ટનાં ૭૭૪, કોલસાના ૪૦૫, ક્ધટેનરના ૪૮૦૪ અને સામાન્ય માલ ૪૮ રેકો સહિત કુલ ૨૦.૫૬ મિલિયન ટન ભાર વાળી વિવિધ માલ ગાડીઓને ઉતર પૂર્વીય પ્રદેશો સહિત દેશના જુદા-જુદા રાજયોમાં મોકલવામાં આવી. પરિણામે કોરોના રોગચાળા અને દેશવ્યાપી લોકડાઉનનાં મુશ્કેલ સંજોગો છતાં પશ્ર્ચિમ રેલવે ૨૨ માર્ચથી ૨૪ જુલાઈ ૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન ગુડઝ ટ્રેનોનાં ૧૦,૦૦૦ રેકોના લોડનો મોટો આંકડો પાર કરી લીધો છે. આ પ્રશંસાપાત્ર ગુડઝ ટ્રાફિકથી પશ્ર્ચિમ રેલવે ૨૬૧૨.૮૯ કરોડ રૂપિયાની નોંધપાત્ર આવક મેળવી છે. આ સિવાય, મિલેનિયમ પાર્સલ વાન અને મિલ્ક ટેન્ક વેગનનાં વિવિધ રેકસ, દવાઓ, તબીબી કીટ, સ્થિર ખોરાક, દુધ પાવડર અને પ્રવાહી દુધ જેવી વિવિધ આવશ્યક ચીજોને માંગ અનુસાર પુરી પાડવા માટે ઉતર અને ઉતર પૂર્વી પ્રદેશોમાં રવાના કરવામાં આવ્યા હતા. કુલ ૧૯,૭૫૮ ગુડઝ ટ્રેનોને અન્ય ઝોનલ ટ્રેનો સાથે બદલી કરવામાં આવી હતી. જેમાં ૯૮૭૬ ટ્રેનોને સોંપવામાં આવી હતી અને ૯૮૮૨ ટ્રેનોને પશ્ર્ચિમ રેલવેનાં વિવિધ ઈન્ટરચેંજ પોઈન્ટ પર લઈ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન જમ્બોના ૧૩૧૪ રેક બોકસનનાં ૬૭૪ રેક અને બીટીપીએનના ૫૬૬ રેક સહિત વિવિધ મહત્વપૂર્ણ આવનારા રેકોની અનલોડિંગ પશ્ર્ચિમ રેલવેના વિવિધ સ્ટેશનો પર મજુરોની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવી હતી.
પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા મળેલ માહિતી મુજબ ૨૩ માર્ચ ૨૦૨૦થી ૨૪ જુલાઈ ૨૦૨૦ સુધીમાં લગભગ ૮૪ હજાર ટન વજનવાળી આવશ્યક સામગ્રીનું પરીવહન તેની ૪૨૧ પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, દવાઓ, માછલી, દુધ વગેરે સામેલ છે. આ પરિવહન દ્વારા થતી આવક ૨૬.૬૧ કરોડ રૂપિયા રહી છે. આ સમયગાળા દરમિયાન ૬૩ દુધની વિશેષ ટ્રેનો પશ્ર્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી હતી જેનું વજન ૪૭,૬૦૦ ટનથી વધુ હતું અને વેગનના ૧૦૦ ટકા ઉપયોગથી લગભગ ૮.૨૦ કરોડની આવક થઈ છે. આવી જ રીતે ૩૦ હજાર ટનથી વધુ વજન ધરાવતી ૩૪૪ કોવિડ-૧૯ વિશેષ પાર્સલ ટ્રેનો પણ વિવિધ આવશ્યક ચીજવસ્તુઓના પરીવહન માટે ચલાવવામાં આવી હતી જેના દ્વારા પ્રાપ્ત થયેલ આવક ૧૫.૩૨ કરોડ રૂપિયાથી વધુ રહી. આ સિવાય ૬૦૯૯ ટન વજનવાળા ૧૪ ઈન્ડેન્ટેડ રેકસ પણ લગભગ ૧૦૦ ટકા ઉપયોગ સાથે ચલાવવામાં આવ્યા હતા જેનાથી ૩.૦૯ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. પશ્ર્ચિમ રેલવેએ દેશના જુદા જુદા ભાગોમાં સમયસર પાર્સલ સ્પેશિયલ ટ્રેનોને ચલાવવાનું ક્રમબઘ્ધ સતત ચાલુ રાખવામાં આવી છે.