અલ્ટ્રાવાયોલેટ કિરણો બન્યા દિશાસુચક
મલ્ટીવેવ સ્પેશ એબ્ઝવેર ‘એસ્ટ્રોસેટ’નું અવલોકન કરી તારા મંડળની શોધ થઇ
ખગોળ શાસ્ત્રીઓ દ્વારા પૃથ્વીથી અંદાજીત ૯.૩ બીલીયન પ્રકાશ વર્ષ દુર એક નવું તારા મંડળની ખોજ બ્રહ્માંડમાં કરી છે. ભારત સરકારના અવકાશ વિભાગ દ્વારા આ રોચક માહીતી આપવામાં આવી હતી ભારતીય અવકાશ વિજ્ઞાનીઓ માટે મલ્ટીવેવ લેજ સ્પેશ ઓબ્ઝવેટરી એસ્ટ્રોસેટનું આ અવલોકન સીમા ચિહન રૂપ સફળતા માનવામાં આવી રહી છે.
અવકાશ સશોધન મહાઅભિયાન અંતગત ભારતીય ખગોળ શાસ્ત્રીઓએ બ્રહ્માંડમાં અત્યાર સુધી શોધાયેલા તમામ તારા મંડળોમાં સૌથી દુર સ્થિત તારા મંડળની શોધ કરી હોવાનું અવકાશ વિભાગના સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. આ નિવેદનમાં એવું વંચાણે લેવાયું છે કે રાજય કક્ષાનો સ્વતંત્ર હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે આ ઉપલબ્ધી અંગે કહ્યું હતું કે ભારતીય અવકાશ વિજ્ઞાનિકોના વિશાળ ફલક પરના બહુ હેતુક ખગોળીયા અવલોકનમાં પ્રથમ વખત સાંપડેલી આ વિશ્ર્વસ્તરની સફળતા ગૌરવનું પ્રતિક બની છે. ‘એસ્ટ્રોસેટ’માં બ્રહ્માંડમાં પૃથ્વીથી દુર સુધી ગણી શકાય તેવા અંદાજે ૯.૩ બિલીયન પ્રકાશ વર્ષ દુર ના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ પરથી એક નવું જ તારા મંડળની શોધ કરી છે.
પુણેની યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોમોની એન્ડ એસ્ટ્રો ફીઝીકલ આઇ.યુ.સી.એ.એ. ના ખગોળ શાસ્ત્રી ડો. કનક શાહની અઘ્યક્ષતાવાળી વિજ્ઞાનીકોની ટીમે એ.યુ.એ.એસ. ૦૧ નામનું તારા મંડળ શોધી કાઢયું હતું.
અવકાશ વિભાગ અનુસાર ભારતીય વિજ્ઞાનીકોની આ ઉપલબ્ધ નેચર એસ્ટ્રોનોની આંતર રાષ્ટ્રીય જનરલ નું બ્રિટનથી પ્રસિઘ્ધ થતી ડાયરેકટર ઓફ ઇન્ટર યુનિ. સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એ.યુ.સી.એ.એ. માં પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.
ભારતીય વિજ્ઞાનિકોની આ મુળ શોધની વિશ્ર્વએ નોંધ લીધી છે. આ શોધ અજોડ અને મુળભૂત શોધ તરીકે નોંધાઇ છે. આઇ.યુ.સી.એ.એ.ના ડો. સોમક રાય ચૌધરીએ જણાવ્યું હતું કે આ શોધ બ્રહ્માંડના કાળયુગ અંધારીયા યુગનો અંત કેવી રીતે આવ્યો હતો અને બ્રહ્માંડમાં પ્રકાશના સર્જનની પ્રક્રિયા સમજવામાં ખુબ જ મદદરુપ થશે.