“સકકારેમિ-સમ્માણે લાઇવ કાર્યક્રમાં હજારો ભાવિકોએ ભગવાન મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક ઉજવ્યો
ભગવાન મહાવીર કેવળજ્ઞાન કલ્યાણક અવસરે મહાવીર અને તેમનાં અનુયાયીઓ એવા મહાપુરુષોના ગુણોનું ગુણાનુરાગ ભાવોને પ્રસરાવતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે લાઈવ પ્રસારણના માધ્યમે ઉજવવામાં આવેલ “સક્કારેમિ સમ્માણેે કાર્યક્રમ, દેશ-વિદેશના હજારો ભાવિકોએ ઉજવ્યો હતો.
આ અવસરેરાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ગુણ અને ગુણવાન વ્યક્તિ પ્રત્યે ગુણાનુરાગ કરીને સ્વયંની આત્મશુદ્ધિ કરવાની પ્રેરણા આપતા સમજાવ્યું હતું કે, આજના પંચમ આરામાં, પ્રભુની અનુપસ્િિતના દુર્ભાગી સમયમાં પણ પ્રભુના પ્રતિનિધિ સ્વરૂપ સંતોની પ્રાપ્તિનું જયારે આપણને સદ્ભાગ્ય પ્રાપ્ત યું છે ત્યારે તે મહાપુરુષોના જીવનદર્શન પરી આપણી આત્મદ્રષ્ટિને ખીલવવાનો આ અવસર છે. મહાપુરુષોના જીવન દ્રષ્ટાંતો આપણને બોધ આપી જાય છે કે, તકલીફોની સામે હાર્યા વિના જે પોતાના સંકલ્પ પ્રત્યે અડગ રહે છે એમને જ સિદ્ધિઓની પ્રાપ્તિ તી હોય છે. પૂજ્ય પરમ સંબોધિજી મહાસતીજીએ વર્ષો પહેલાં ઉજ્જૈન નગરમાં જિનશાસનનું ગૌરવ જાળવવા પૂજ્ય ધર્મદાસજી મહારાજ સાહેબે ગ્રહણ કરેલી સંારાની સાધનાનું દ્રષ્ટાંત આપીને કહ્યું હતું કે, જે ડરી જાય છે તે ભાગી જાય છે પરંતુ જે જાગે છે તે જીતી જતાં હોય છે. પૂજ્ય પરમ પ્રતિષ્ઠાજી મહાસતીજીએ પૂર્વના સમયના પૂજ્ય લાલજી મહારાજ સાહેબની નિર્ભયતાનું દ્રષ્ટાંત વર્ણવીને સહુ જીવ પ્રત્યે મિત્રભાવ રાખવાનો બોધ આપ્યો હતો. ઉપરાંતમાં, પૂજ્ય પરમ અનુભૂતિજી મહાસતીજી, પૂજ્ય પરમ દિવ્યતાજી મહાસતીજી, પૂજ્ય પરમ સૌમ્યાજી મહાસતીજી, પૂજ્ય પરમ આરાધ્યા તેમજ તપસમ્રાટ પૂજ્ય રતિલાલજી મહારાજ સાહેબની શૌર્યગાાનું વર્ણન કરીને હજારો હજારો ભાવિકોને પ્રભુ મહાવીર અને પ્રભુ મહાવીરના વંશ એવા વંદનીય સંતત્વ પ્રત્યે અહોભાવિત અને અભિવંદિત કરી દીધાં હતાં.
લોકડાઉનના આ વિષમ સમયમાં લાઈવ પ્રસારણના માધ્યમે એક પછી એક અદભૂત કાર્યક્રમના આયોજન દ્વારા હજારો ભાવિકોને પોઝીટીવીટી અને જીવન ર્સાકતાની પ્રેરણા આપી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે પારસી પરિવારના શ્રી બરજીસ ભાઈ દેસાઈ, રાજયસભા સદસ્ય ડો. સત્યનારાયણજી જટીયા, કોર્પોરેટ ચાણક્ય રાધાકૃષ્ણ પિલ્લઇ, ડો.રમજાનજી હસનિયા, ડો.રણજીતજી કૌર અને ડો.ોમસજી પરમાર જેવા અલગ અલગ જાતી અને વિચારધારા ધરાવતાં હસ્તિઓ જૈન દર્શન માટેની શુ માન્યતા અને વિચારધારા ધરાવે છે? તે જાણવા અને સમજવાનો એક અપૂર્વ કાર્યક્રમ આવતી કાલે સાંજના ૦૫.૦૦ કલાકે લાઈવનાં માધ્યમી આયોજિત કરવામાં આવ્યો છે.