પાંચ રાજયોની ચૂંટણીના નિર્ણય આવ્યા બાદ ભાજપમાં હારના કારણો પર મનોમંથન ચાલી રહ્યું છે. આ દરમિયાન મોદી સરકારે આમ આદમીને રાહત આપવા માટે નવેસરથી કવાયત શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં મોદી સરકારે બે મોટી જાહેરાત કરી છે. સોમવારે સરકારે તમામ ગરીબ પરિવારોને મથમાં ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી. હવે પીએમ મોદીએ જીએસટીને વધુ સરળ બનાવવાની જાહેરાત કરી છે.
મોદીજી એ જણાવ્યુ છે કે સરકાર જીએસટીને વધુ સરળ બનાવવા માગે છે. જેમાં 99 ટકા સામાન કે ચીજ-વસ્તુઓને જીએસટીના 18 ટકાના સ્લેબમાં લાવવામાં આવશે. જો આમ થશે તો અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો થશે. માત્ર લક્ઝરી ઉત્પાદોને પર લાગશે 28% GST.
પહેલા પણ મોદીજી એ વચન આપ્યું હતું જેને મોદી પૂર્ણ કરશે ટુંક સમયમાં તમામ નાગરિકોનાં ખાતામાં 15-15 લાખ જમા થશે, મોદીના મંત્રીની જાહેરાત પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, “શરૂઆતમાં જીએસટી જુદા-જુદા રાજ્યોમાં રહેલા વેટ કે ઉત્પાદન કરવેરાના આધારે નક્કી કરાયો હતો. હવે સમયાંતરે વાટાઘાટો બાદ સ્થિતિમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.” મોદીએ જણાવ્યું કે, દેશ બે દાયકાથી GSTની માગણી કરી રહ્યો હતો. મને એમ કહેવામાં ખુબ જ આનંદ થઈ રહ્યો છે કે, GST લાગુ થવાથી વેપારમાં આવતી મુશ્કેલીઓ દૂર તશે અને પ્રાણાલીની કાર્યક્ષમતામાં સુધારો થઈ રહ્યો છે. આ સાથે જ અર્થવ્યવસ્થા પણ પારદર્શખ બની રહી છે.