રાજયના કમિશ્નર ઓફ સ્કૂલ્સ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાની ૪૫ બિનસરકારી ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી માટે મંજૂરી આપવામાં આવતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્રારા ૩ થી ૫ જુલાઇ શારદા મંદિર શાળામાં આચાર્યની ભરતી પ્રક્રિયા યોજાશે.ભરતી પ્રક્રિયામાં ૬૧૫ જેટલા ઉમેદવાર ભાગ લેશે.ઇન્ટરવ્યુ માટે ત્રણ અધિકારીની પેનલ રહેશે. પસંદગી પામેલા ઉમેદવારે ૧૬ ઓગષ્ટ સુધીમાં હાજર થવાનું રહેશે.

જામનગર જિલ્લાની ૪૧ બિનસરકારી ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી માટે તા.૩,૪,૫ જુલાઇના સવારે ૧૦ થી સાંજે ૫.૩૫ સુધી શારદા મંદિર હાઇસ્કૂલ,આણદાબાવા આશ્રમ કેમ્પસમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા છે. ઇન્ટરવ્યુમાં ત્રણ અધિકારીની પેનલ રહેશે.જેમાં અધ્યક્ષ તરીકે ડીઇઓ,સભ્ય સચિવ,મંડળના બે પ્રતિનિધિ, તાલુકા બહારના એક કેળવણીકાર રહેશે.એક દિવસમાં એક પેનલ પાસે પાંચ શાળા એમ કુલ એક દિવસમાં ૧૫ શાળાના આચાર્ય માટે ઇન્ટરવ્યુ થશે. એક શાળા માટે મહતમ ૧૫ ઉમેદવાર ફાળવવામાં આવ્યા હોય ૬૧૫ જેટલા ઉમેદવાર ભાગ લેશે.ઇન્ટરવ્યુ પૂર્ણ થતાં જ પેનલ દ્વારા પ્રથમ ત્રણ ઉમેદવાર નકકી કરવામાં આવશે.જેમાંથી સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ ક્રમના ઉમેદવારને ડીઇઓ દ્રારા તે જ દિવસે ભલામણ પત્ર આપવામાં આવશે અને તે જ સમયે શાળા મંડળ દ્વારા ઉમેદવારને નિમણૂંક પત્ર આપવામાં આવશે.નિમણૂંક મેળવેલા ઉમેદવારે તા.૧૬-૮-૨૦૧૯ સુધીમાં હાજર થવાનું રહેશે.

૪ શાળાના મંડળની ભરતીમાં ભાગ લેવા અસંમતિ

જિલ્લાની ૪૫ બિનસરકારી અનુદાનિત શાળામાં આચાર્યની ભરતી માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા યોજાશે.જેમાં ૪૧ શાળા ભાગ લેશે.પરંતુ આર્યસમાજ, નેશનલ,ડીસીસી અને મ્યનિસિપલ હાઇસ્કૂલના મંડળ દ્વારા અસમંતિ દર્શાવામાં આવતા આ શાળા ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે નહીં.

શહેર-જિલ્લાની આ ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી

જામનગરની જી.એસ.મહેતા,શ્રેયસ હાઇસ્કૂલ, સરદાર પટેલ,દોઢીયાની નવસર્જન,નારણપુરની નંદા શાળા,ધુંવાવની મહેતા શાળા,જામવંથલીની મહેતા શાળા,બેડ શારદા વિનય મંદિર,અલીયાબાડાની હાઇસ્કૂલ,જાબુંડાની લક્ષ્મીબેન શાળા, લોકમાન્ય,સિકકા શાળા,કેશિયાની રાચ્છ શાળા,જામદુધઇ શાળા,મેઘપુરની હીરામણ,ધ્રોલની મુંગરા શાળા,એમ.ડી.મહેતા,વડપાંચસરાની ચંદેરીયા શાળા,લાલપુરની મહેતા વિદ્યાલય,પીપરટોડાની ભારમલ રાયશી હરિયા શાળા, સેતાલુસની વિવેકાનંદ,નાની રાફૂદડની નકુમ શાળા, ચારણતુંગીની પીએમબીજી શાળા,નપાણીયા ખીજડીયાની સરદાર પટેલ શાળા,ધુનધોરાજીની વિરાણી શાળા, બેરાજા-ભલસાણની સરદાર પટેલ,મોટી માટલી હાઇસ્કૂલ,નાનીભગેડીની ગાર્ડી શાળા,નાના વડાલાની ગાર્ડી શાળા,અમરાપરસેતાની જીપીએસ હાઇસ્કૂલ,વાંસજાળીયા ગ્રામ પંચાયત શાળા,બાલવાની જીપીએસ,સતાપરની સરસ્વતી, સખપુરની જીપીએસ,વાલાસણની વિનય શાળા,ધ્રાફાની જીપીએસ શાળા,જામજોધપુરની નગર પંચાયત અને સરદાર પટેલ શાળા,સમાણા શાળા,મોટીગોપ શાળા,તરસાઇની જીપી હાઇસ્કૂલમાં ભરતી થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.