પરમ પૂજ્ય દાદાજી, આપને ક્યા નામે ઓળખવા ?
‘સ્વાધ્યાય કાર્ય જ જન્મ જન્માંતરનું ધ્યેય બની રહે અને નિર્પેક્ષ, નિરાકાંક્ષ પ્રેમ (unto the last) પહોંચાડવાની શક્તિ આપે અને પ્રભુ આપતા રહે એ જ અભ્યર્થના’
પ્રત્યેક શબ્દ, પોતાની ઓળખ આપની સાથે જોડાઈને સાર્થકતા પામતો હોય એવું લાગે છે.
આદ્ય શંકરાચાર્ય, મહાપ્રભુ વલ્લભાચાર્ય એમનું જીવન અનુભવવાનો અમને યોગ ન મળ્યો પણ અમે પોતાને ભાગ્યશાળી માનીયે છીએ કે અમને પૂ.દાદાજીને જોવા, સાંભળવા અને અનુભવવા મળ્યા. જીવનમાં આચાર્ય મળ્યાનો આનંદ થયો.
પૂ.દાદા, આપ આચાર્ય છો.
આચાર્ય એટલે જેવું વિચારે તેવું આચરણ કરે અને તેમના સાનિધ્યમાં આવનારા પ્રત્યેક વ્યક્તિમાં એવું આચરણ લાવે. આ સમજણ પૂ.દાદાજીના સાનિધ્યમાં મળી અને આપણા જેવા સામાન્ય પણ ભગવાન સાથે જોડાવા માટે કેવી રીતે ભાવભક્તિ અને કૃતિભક્તિ કરી જીવનમાં પૃષ્ટિ લાવી શકે એ સમજાયું.
પૂ.દાદા, આપ આર્ષદ્રષ્ટા ઋષિ છો.
ઋષિ જેમ બોલ્યા વગર જીવનમાં વિચાર આપે તેમ તમે અમારા સાચા આપ્ત હોવાની અનૂભુતિ કરાવી. પ્રભુ ફક્ત મંષદરમાં જ નહીં પણ સતત ૨૪ કલાક મારી સાથે છે અને મારી પ્રત્યેક કૃતિમાં એકટીવ પાટનર છે એ ત્રિકાળ-સંધ્યા દ્વારા પ્રભુનું સાનિધ્ય અને સામીપ્યની અનુભૂતિ કરાવી. અમારા જેવા સંસારી લોકોને ભગવાન સાથે અને બીજી વ્યક્તિ સાથે જોડી સમાજ પરિવર્તન કર્યું. વશિષ્ટ ઋષિએ આપેલ સેલ્ફ ગવાનરાડ (સ્વયં શાષસત) સમાજ જેવો પરિવાર ઉભો કર્યો. અને અમને ઋષિનું જીવન કેવું હોય તે જોવાની તક મળી. પોતાના ગાત્ર મળ્યા નો આનંદ થયો. અશીતિ વંદના, નમ:સ્તુભ્યમ જેવા વિશાળ કાર્યક્રમો કોઈપણ પોલીસ બંદોબસ્ત વીના અત્યંત આનંદ સાથે ઉજવાયો. તે સમયે સેલ્ફ ગવાનરાડ (સ્વયં શાષસત) સમાજ કોને કહેવાય એ ઋષિ સંકલ્પના સાકારીત થતી અમે અનુભવી.
પૂ. દાદા, આપ સંત છો.
જેમ ગંગા પાસે જવાથી પવિત્ર થવાય તેમ સંત સમાગમથી પાપ પ્રક્ષાલન થાય. મહારાષ્ટ્રના સંતો જે વાકે સંત જ્ઞાનેશ્ર્વર. સંત તુકારામ, સંત એકનાથ જેવાની વાતો સાંભળી હતી પણ જયારે આપણા પ્રેમનો અનુભવ્યો ત્યારે સંતોનું કાર્ય સમજાયું. સંત જ્ઞાનેશ્ર્વરની વાસુદેવ સંસ્થાની વાતો કરતા કરતા ભાવ ભક્તિ અને કૃતિભક્તિ સહજતાથી આપી દીધી.
પૂ. દાદા, આપ ભક્ત છો.
સતત ભગવાન સાથે જોડાયેલા. ગીતામાં ભગવાને સમઝાવેલા ભક્તના છત્રીસ ગુણો આપની પાસેથી સાંભળતા હતા ત્યારે આવા ભક્ત પાંચ હજાર વર્ષ પેહલા થયા હશે એમ લાગતુ હતું પરંતુ આપના જીવન તરફ દ્રષ્ટિ કરતા સંપૂર્ણ ગીતમાં આપેલા ગુણો સાકારિત થતા જોવા મળ્યા. છતા અમારી સમઝણ કેટલી? અને બુધ્ધિ કેટલી? હિમાલયને સમજવાની કોશિશ જેણે હિમાલય જોયો ન હોય એ કરી શકે? આપ જેવા ભક્તની સાથે માણેલી અનન્ય પળોથી જીવન સાથયક થયું છે. સમાધાની બન્યુ છે. દાદાજી, આપનો નિસ્વાર્થ પ્રેમ, પારદર્શી પ્રેમ ભરપૂર મળ્યો છે.
પૂ. દાદા, આપના શતાબ્દી વર્ષે આપને કોટી કોટી વંદન.
-શૈલેશ ન. શાહ
(બી.એસસી., સુગર ટેકનોલોજી, પી.જી.ડી.સી.એમ, એમ.બી. એ.)