- લોસ એન્જલસમાં 4 જૂને શ્રી શ્રી રવિશંકરજી અને આચાર્ય લોકેશજી ’વિશ્વ શાંતિ સંમેલન’ને સંબોધશે
- આચાર્ય લોકેશજી સન ફ્રાન્સિસ્કો, એટલાન્ટા, ન્યુયોર્ક, ન્યુ જર્સી અને શિકાગોમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે
અહિંસા વિશ્વ ભારતીનાં સંસ્થાપક અને વિશ્વ શાંતિદૂત પ્રખ્યાત જૈન આચાર્ય ડો. લોકેશજી છેલ્લા 39 વર્ષોથી ભારત અને અમેરિકાની સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ, સદભાવના અને અહિંસાનાં ઉપદેશ આપીને વિશ્વ શાંતિ ફેલાવવામાં અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. આ કાર્ય માટે સંસ્થાને ભારતનીહરિયાણા સરકારે દિલ્લી-જયપુર હાઇવે પર આવેલા ગુરુગ્રામનાં સેકટર નંબર 39માં જગ્યા પણ ફાળવવામાં આવી છે. અહીં ’અહિંસા વિશ્વ ભારતી’નો પ્રથમ ’વિશ્વ શાંતિ કેન્દ્ર’ સ્થપાશે. તેનું ભૂમિપૂજન 17 એપ્રિલ, 2022નાં રોજ ગુરુગ્રામમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જ્યાં વિશ્વ યોગ ગુરુ સ્વામી રામદેવજી ઉપસ્થિત રહી પ્રશંસા વ્યક્ત કરી હતી.
આચાર્ય લોકેશજી 1 મહિનાની અમેરિકાની વિશ્વ શાંતિ સદભાવના યાત્રા કેલિફોર્નિયા માટે દિલ્લીથી 1 જૂને રવાના થશે. યાત્રા દરમિયાન આચાર્યજી સર્વપ્રથમ જૈન સેન્ટર ઓફ સોદર્ન કેલિફોર્નિયામાં આયોજિત થયેલ ’શાંતિ અને સંઘર્ષ – ભારતીય સાંસ્કૃતિક મૂલ્ય અને મહાવીર દર્શન’ વિષય પર વિશ્વ શાંતિ સંવાદમાં ભાગ લેશે. જેમાં આર્ટ ઓફ લિવિંગનાં સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરજી અને અહિંસા વિશ્વ ભારતીનાં સંસ્થાપક આચાર્ય લોકેશજી મુખ્ય વક્તાની ભૂમિકા ભજવશે. આ સંવાદ કાર્યક્રમનું સંચાલન પ્રખ્યાત અભિનેતા વિવેક ઑબરોય દ્વારા કરવામાં આવશે.
આચાર્ય 5 જૂને લોસ એન્જીલીસ તથા 9 જૂને સન ફ્રાન્સિસ્કોમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શ્રી શ્રી રવિશંકરજી ભાગ લેશે. 12-14 જૂન એટલાન્ટા, જોરજિયામાં વિવિધ કાર્યક્રમોને સંબોધિત કરશે.15-22 જૂન આચાર્ય ન્યુયોર્કમાં કોંસુલેન્ટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને ન્યુ જર્સીનાં કાર્યક્રમોમાં ભાગ લેશે.24-3 જુલાઈ સુધી શિકાગોમાં જૈન સેન્ટરની વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને શ્રદ્ધાળુઓ દ્વારા આયોજિત આશિર્વચન કાર્યક્રમોમાં પણ સંબોધન કરશે. જૈન સેન્ટર ઓફ સોદર્ન કેલિફોર્નિયાનાં અધ્યક્ષ યોગેશ શાહ, ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાનાં પૂર્વ અધ્યક્ષ મહેશ વાધરશે , ડો નીતિન શાહે કહ્યું કે આચાર્ય લોકેશજીનાં અમેરિકા પ્રવાસને લઈને સમગ્ર જૈન સમાજ ખુશ છે. સમાજનાં વરિષ્ટ સમાજ સેવક આચાર્યનાં એરપોર્ટ પર અમેરિકા આગમન પર સ્વાગત કરવામાં આવશે.