એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા પર્યાવરણ પુન:સ્થાપિત કરવા માટેની કાર્યવાહી – શું આપણે પૂરતું કરીએ છીએ? વિષય પર બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સના બીજા દિવસના પ્રથમ સત્રમાં આચાર્ય ડો.લોકેશજી, અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના સંસ્થાપક પ્રો. ચેતન સોલંકી, ઇસ્કોનના સ્વામી યુધિષ્ઠિર દાસજી, બ્રહ્માકુમારીઝ રિન્યુએબલ એનર્જીના બ્રધર ગોલો, રિલિજિયન વર્લ્ડના સ્થાપક ભવ્ય શ્રીવાસ્તવ, ઈઈંઈં, ઈંૠઇઈ તરફથી ડો. શિવરાજ ઢાકાએ ખાસ ભાગ લીધો હતો. બીજા દિવસે ઉદ્ઘાટન સત્રને સંબોધતા અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક આચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરના મતે દ્રવ્ય મર્યાદિત છે, ઈચ્છાઓ અમર્યાદિત છે, મર્યાદિત બાબતો અમર્યાદિત ઈચ્છાઓને પૂર્ણ કરી શકતી નથી.
પર્યાવરણના પ્રદૂષણને રોકવા માટે જીવનશૈલીને શિસ્તબદ્ધ અને સંયમિત કરવી પડશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ દ્વારા સૌર-સંચાલિત ભાવિ તરફ વૈશ્વિક ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છીએ, અમે પૃથ્વીની કાળજી લેતી જીવન ચળવળ દ્વારા પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી તરફ ગતિ નિર્માણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી પ્રેરિત, દેશમાં ‘ઊર્જા સ્વરાજ’ની ભાવના જગાવનાર સોલાર મેન ઓફ ઈન્ડિયા ઈંઈંઝ બોમ્બેના પ્રોફેસર ચેતનસિંહ સોલંકીજી 11 વર્ષથી પોતાનું ઘર છોડીને પોતાના અભિયાનમાં વ્યસ્ત છે. અને તે કહે છે કે “આ કોઈ નીતિ નથી. કોઈ પ્રોજેક્ટ નથી, કોઈ યોજના નથી, પરંતુ એક લોક ચળવળ છે, આપણે બધાએ આમાં ભાગ લેવો જોઈએ, જેથી આપણે આપણા બાળકો માટે પૃથ્વીને જીવવા યોગ્ય છોડીએ.
ઇસ્કોનના સ્વામી યુધિષ્ઠિર દાસજીએ જણાવ્યું હતું કે જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે તો તમામ પ્રકારના કચરો, ગંદકી અને વધતી જતી વસ્તી માટે પગલાં લઈને પર્યાવરણ સંરક્ષણમાં પોતાની ભાગીદારી આપી શકે છે. પર્યાવરણ એ એક વ્યાપક પરિભાષા છે જે હેઠળ પાણી, હવા, વૃક્ષો, છોડ, પર્વતો, કુદરતી સંસાધનો તમામ પર્યાવરણીય સંરક્ષણ માટે જરૂરી છે.