રથયાત્રા, ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
ધર્મ નગરી રાજકોટમાં 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી શ્રી વિરાટ વાજપેય મહાસોમયાગ એવમ્ શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું છે. દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામા આવે છે.જેમાં સોમવારે રથયાત્રા, ધ્વજારોહણ , શ્રી નાથજીની ઝાંખીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ 51 સોમયજ્ઞ પુર્ણ કરનાર આચાર્ય શ્રી ગૌસ્વામીશ્રી ડો. વ્રજોતસવજી મહોદયશ્રી વર્લ્ડ રેકોર્ડ ઓફ બુકના રેકોર્ડથી બેરિસ્ટર સંતોષ શુક્લા સાહેબ વર્લ્ડ રેકોર્ડ બુકના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ દ્વારા આચાર્ય ડો ગૌસ્વામીશ્રી વ્રજોતસવજી મહોદયશ્રી સોમયજ્ઞ સમ્રાટ ઓફ ઈન્દોર મધ્યપ્રદેશને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એનાયત કરાયો.લોકો ખૂબ મોટી સંખ્યાના યજ્ઞનો લાહવો લઇ રહ્યાં છે.
સોમયજ્ઞમાં દરરોજ અનેક વૈષ્ણવો દર્શનાર્થે આવે છે.બપોર અને રાત્રે પ્રસાદની વ્યવસ્થા રાખવામા આવેલ છે.આપણી પ્રાચીન સંસ્કૃતિને કદાચ એક જ શબ્દમાં સમેટી લેવી હોય તો તે શબ્દ યજ્ઞ હસે. યજ્ઞ એ મુળ સંસ્કૃતિની યજ ધાતુમાંથી બનેલો શબ્દ છે. જેનો અર્થ દાન, દેવપૂજન, તથા આહુતિ થાય છે. શાસ્ત્રોમાં યજ્ઞનું ખૂબજ મહત્વ જણાવાયું છે. જન્મથી લઈને મૃત્યુ સુધી આપણને જે સંસ્કાર પ્રાપ્ત થાય છે તે બધી જ યજ્ઞની દેન છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે યજ્ઞથી વરસાદ સમયસર થાય છે. આદિકાળમાં ઋષિમુનિઓ વરસાદ લાવવા , દાનવોનો પ્રકોપ દુર કરવા યજ્ઞો કરતા હતા. યજ્ઞને પુરાણોમાં સ્વર્ગની સીડી ગણવામાં આવી છે.
યજ્ઞ દ્વારા આત્માનો સાક્ષાત્કાર અને ઇશ્વરની પ્રાપ્તિ થાય છે.પુરાણોમાં કહેવાયું છે કે યજ્ઞ દ્વારા આયુષ્ય, આરોગ્ય, તેજસ્વીતા, વિદ્યા, યશ, પરાક્રમ, વંશવૃદ્ધિ, ધનપ્રાપ્તિ, અને એશ્વર્ય પ્રાપ્ત થાય છે. વિરાટ વાજપેય મહાસોમયાગ મહોત્સવ આજ સમ્પન્ન થશે. સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, સહીતના સામાજીક, ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી નાથજીની ઝાંખીની ભાવભેર કરાઈ ઉજવણી : રાજુભાઇ પોબારૂ
વિરાટ વિરાટ વાજપેય મહાસોમયાગ સમિતિના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ જણાવ્યું કે રાજકોટની જનતાને સોમયજ્ઞનો મહામૂલ્ય લાભ મળ્યો છે. વિશાળ રથ યાત્રા અને ધ્વજારોહણનો કાર્યક્રમ, શ્રી નાથજી ઝાંખીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પટાંગણ એનેક સાંસ્ક્રુતિક કાર્યક્રમો થયા છે. વિરાટ સોમયજ્ઞમાં બહોળી સંખ્યામાં લોકોએ દર્શન કર્યાં. લોકો ખૂબ મોટી સંખ્યામાં યજ્ઞનો લાહવો લઇ રહ્યાં છે.