લાઇફ બ્લડ બેંકના 41માં સ્થાપના દિવસ નિમિતે
ગુજરાત અને દેશ થેલેસીમીયા મુકત બને તે માટેની ઝુબેશનો આગાજ કરશે
અબતક, રાજકોટ
4 ડીસેમ્બર 2021 શનિવારે લાઇફ બ્લડ બેંકના 41માં સ્થાપના દિવસ નીમીતે અહિંસા વિશ્ર્વ ભારતી, દિલ્હીના સંસ્થાપક અને અહિંસા અને વિશ્ર્વ શાંતિના અગ્રદૂત આચાર્ય ડો. લોકેશ મુનિજી રાજકોટ આવી રહ્યા છે.આચાર્ય લોકેશ મુનિજી જૈન ધર્મના પ્રચાર અને પ્રસારની સાથે અહિંસા અને વિશ્ર્વ શાંતિ માટે અનેક દેશોમાં ભ્રમણ કરી તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. અનેક પુરૂસ્કારોથી તેઓને સન્માનીત કરવામાં આવ્યા છે.લાઇફ બ્લડ બેંક દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં આચાર્ય લોકેશ મુનિજી ઉ5સ્થિત રહી ગુજરાત અને દેશને થેલેસીમીયા મુકત બનાવવા માટેની ઝુંબેશનો અગાજ કરશે. લાઇફ બ્લડ બેંકના સ્થાપના દિવસે કાર્યક્રમમાં રામભાઇ મોકરીઆ (સંસદ સભ્ય, રાજય સભા), મનોજ અગ્રવાલ (એડીશ્નલ ચીફ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમીલી વેલફેચર, ગુજરાત સરકાર) આશીત કુમાર મોદી (પ્રોડયુસર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા), અરૂણ મહેશ બાબુ (જીલ્લા કલેકટર) અમિત અરોરા (મ્યુનિ. કમિશ્નર) ગુણવંતભાઇ ડેલાવાળા (પ્રેસિડેન્ટ, સરગમ કલબ) ઉ5સ્થિત રહેશે.આઝાદીના 75માં અમૃત મહોત્સવના ભાગરુપે થેલેસીમીયા મુકત ગુજરાત અને દેશ બન્ને માટે લાઇફ બ્લડ સેન્ટર પ્રયત્નશીલ છે. યુવાનોમાં થેલેસીમીયા વિશુે જાગૃતિ લાવવી ખુબ જ જરુરી છે.
જેથી એક પણ થેલેસીમીયા મેજર બાળકનો જન્મ ન થાય, લગ્ન પહેલા થેલેસીમીયા ટેસ્ટ આ સંદેશ યુવા ભાઇ-બહેનો સુધી પહોંચે અને યુવાનોમાં થેલેસીમીયા પ્રત્યે જાગૃતતા આવે તે મહત્વનું છે. આ કાર્યક્રમ પ્રોજેકટ લાઇફ રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે પ થી 7 સુધી યોજાશે. જેમાં રસ ધરાવતા સર્વેને આ કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેવા માટે લાઇફ બ્લડ બેંક અને પ્રોજેકટ લાઇફ સંસ્થાના ટ્રસ્ટી દ્વાનરા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો. નં. 85113 31133 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.