પ્રથમ દિવસના અંતે 13 વિકેટો પડી : માર્ક વૂડે પાંચ વિકેટ ઝડપીને સપાટો બોલાવ્યો, જ્યારે મિચેલ માર્શએ સદી ફટકારી
લીડ્સના હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ઓસ્ટ્રેલિયાને બેટિંગમાં ઉતાર્યું હતુ. પ્રથમ બે ટેસ્ટ મેચ હાર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ માં બદલાવ કર્યો હતો અને ખરા અર્થમાં આ બદલાવ તેમને ફળિયા પણ હતો. ઇંગ્લેન્ડ માટે આ ટેસ્ટ મેચ જીતવી ખૂબ જરૂરી છે કારણ કે જો આ ટેસ્ટ મેચ હાર છે તો ઓસ્ટ્રેલિયા ત્રણ ટેસ્ટ મેચ જીતી જશે અને સીરીઝ પણ જીતી જશે. પેલા બે ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની સૌથી મોટી નબળાઈ તેની બોલિંગ જ રહી હતી પરંતુ ત્રીજા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ દ્વારા કરવામાં આવેલા બદલાવ કરાર્થમાં રંગ લાવ્યો હતો અને માર્ક વુડની સાથોસાથ ક્રિસ વોક્સના તરખાટે ઓસ્ટ્રેલિયાને ધ્વસ્ત કરી દીધું હતું.
ઓસ્ટ્રેલિયાની શરુઆત સારી રહી નહતી. વોર્નર 4 રન, ખ્વાજા 13 રન, લાબુશૅન 21 રન અને 100 મી ટેસ્ટ રમી રહેલો સ્ટીવ સ્મિથ 22 રન પર આઉટ થયાં ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર માત્ર 85 રન જ હતો. જોકે હેડ અને ગ્રીનના સ્થાને ટીમમાં પ્રવેશેલા મિશેલ માર્શે બાજી સંભાળી હતી. તેમણે 155 રન જોડતા ટીમની સ્થિતિ સુધારી હતી. જોકે વોક્સે 39 રને રમતાં હેડને આઉટ કરતાં ઓસ્ટ્રેલિયાનો ધબડકો થયો હતો. તેઓ 245/5 થી માત્ર 263માં ઓલઆઉટ થયા હતા.
વૂડે 34 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. વોક્સને ત્રણ વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડની શરુઆત પણ સારી રહી નહતી. કમિન્સે ડકેટ 2 રન અને બ્રૂક 3 રન પર વિકેટ પડી હતી. ઇંગ્લેન્ડ તરફથી ટીમમાં સ્થાન મળેલ માર્ક વુડે તરખાટ મચાવી પાંચ વિકેટો ઝડપી હતી જ્યારે ક્રિસ બોક્સ છે ત્રણ વિકેટ અને દોડે બે વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાને પવેલિયન તરફની રાહ ચીંધી હતી.