ઇંગ્લેન્ડનો પોઝિટિવ ઈન્ટેન્ટ ઓસ્ટ્રેલિયા પર ભારે : ઇંગ્લેન્ડના માર્ક વુડે 3 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી
એસીઝ ટેસ્ટ મેચ હાલ અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યો છે ત્યારે પ્રથમ બે ટેસ્ટ મેચ હાર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ દ્વારા જે ટીમમાં બદલાવ કરી પોઝિટિવ ઇન્ટેન્ડ સાથે ત્રીજો ટેસ્ટ મેચ રમવામાં આવ્યો તેમાં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી અને તે આત્મવિશ્વાસ હાલ અત્યારે ચોથા ટેસ્ટ મેચમાં પણ જોવા મળી રહ્યો છે અને એ વાત સાચી છે કે ઓસ્ટ્રેલિયાને માનસિક રીતે પછાડી ઇંગ્લેન્ડ ચોથો ટેસ્ટ મેચ જીતી સીરીઝ લેવલ કરશે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો નાથન લિયોન ઇજાગ્રસ્ત થતા કાંગારુ બોલરોએ બોડી લાઈન બોલિંગ કરી નેગેટિવ રમત દાખવી હતી અને ઇંગ્લેન્ડને પરાજિત કર્યું હતું તો બીજા ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાના બોલરો દ્વારા નેગેટીવ બોલિંગ કરવામાં આવી હતી અને ફિલ્ડીંગ લાઈનને બાઉન્ડ્રી ઉપર ધકેલી હતી અને તે કિસ્સામાં પણ ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો. એ વાત સાચી છે કે ક્રિકેટ એક જેન્ટલમેન ગેમ છે
પરંતુ જેન્ટલમેન ગેમને ઓસ્ટ્રેલિયાએ ડાગ પહોંચાડ્યો હતો અને ખરાબ રમત નું પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ બે ટેસ્ટ મેચમાં હાર મેળવ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ બોલિંગ યુનિટમાં બદલાવ કર્યો હતો અને ક્રિસ વોક્સ અને માર્ક વુડને સ્થાન આપ્યું હતું જે નિર્ણય ઇંગ્લેન્ડની ટીમ માટે ખૂબ મહત્વનો સાબિત થયો હતો અને પરિણામ સ્વરૂપે આ બંને ખેલાડીઓની રમત અને સાથોસાથ ઇંગ્લેન્ડ ટીમનું સંતુલન ત્રીજો ટેસ્ટ મેચ જીતાડવા કારગત નિવડિયો હતો.
જે એસિડનો ચોથો ટેસ્ટ મેચ ચાલી રહ્યો છે તેમાં પણ ઇંગ્લેન્ડના બોલરોની સાથો સાથ બેટ્સમેનઓએ સૂઝબુજ સાથે રમત રમી છે અને મેચ ઉપર પોતાની પકડ મજબૂત બનાવી છે. હાલ માનસિક રીતે ધ્વજ થયેલું ઓસ્ટ્રેલિયા બે ફૂટ ઉપર ધકેલાયું છે અને બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા 113 રન બનાવી ચાર મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી છે. જેમાં માર્ક વુડ 3 અને ક્રિસ વોકસે 1 વિકેટ ઝડપી છે. હજુ લીડ મેળવવા માટે પહેલા 162 રન નોંધાવા પડશે ત્યારે બાકી રહેતી છ વિકેટ હવે ઓસ્ટ્રેલિયા માટે ચિંતા નો વિષય બન્યો છે કારણ કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો પેવેલીયન પરત ફરી ચૂક્યા છે.