ક્રિકેટ ઇઝ ધ મેન્ટલ ગેમ
200 થી વધુ રનની લીડ ઓસ્ટ્રેલિયાને માનસિક રીતે પરાજીત કરી દેશે
ક્રિકેટ ઈઝ ધ મેન્ટલ ગેમ હાલ એસીઝ ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. તેમાં પ્રથમ બે ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ નેગેટિવ રમત રમી મેચ જીત્યો હતો પરંતુ ત્રીજા ટેસ્ટ મેચમાં તો ઇંગ્લેન્ડની ટીમે વળતો પ્રહાર કર્યો હતો અને ટીમમાં બદલાવ કરી કાંગારૂને બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી. ચોથો ટેસ્ટ મેચ અત્યંત રસપ્રદ તબક્કામાં આવી પહોંચ્યો છે અને ઈંગ્લેન્ડ પણ મજબૂત કરી છે ત્યારે આ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ જીતે તો સિરીઝ લેવલ થઈ જશે. 200 થી વધુ રનની લીડ ઓસ્ટ્રેલિયાને માનસિક રીતે પરાજિત કરી દેશે કારણ કે પ્રથમ ઈનિંગ ના અંતે હાલ ઇંગ્લેન્ડની ટીમ 67 રનની લીડ સાથે હાલ મેદાન પર છે.
ઇંગ્લેન્ડના જેક ક્રોલે 189 રન ફટકારી ઇંગ્લેન્ડને મજબૂતી આપી હતી ત્યારે આ ચોથો ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ જો જીતી જાય તો સિરીઝ લેવલ કરી શકશે અને પાંચમો ટેસ્ટ નિર્ણાયક બની રહેશે આ પૂર્વની એસીસ સિરીઝમાં પણ એવું જ થયેલું છે જેમાં ઇંગ્લેન્ડ એ પ્રથમ બે ટેસ્ટ મેચ હાર્યા હોય અને બાકી રહેતા ત્રણ ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી ટીમ વિજય અપાવ્યો હોય. આલ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે જેમાં જો ઇંગ્લેન્ડની ટીમ 200 થી વધુ રનની લીડ હાંસલ કરે તો તે ઓસ્ટ્રેલિયાને માનસિક રીતે પરાજિત કરી દેશે કારણ કે ઓસ્ટ્રેલિયા માટે કમબેક કરવું ખૂબ કપરું સાબિત થઈ શકે છે.
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની ટીમે નેગેટિવ ગેમ રમી વિજય હાંસલ કર્યો હતો પરંતુ ઇંગ્લેન્ડની ટીમે જે ટીમમાં બદલાવ કરી મેચ જીત્યો છે તેનાથી ઓસ્ટ્રેલિયા જાણે બેક ફૂટ ઉપર ધકેલાઈ ગયું હોય તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે અને આવનારા દિવસોમાં આ સ્થિતિ જોવા મળે તો ખૂબ પ્રશ્નો ઉભા થશે.