ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ અને જાણીતા કોમેન્ટેટર રવિ શાસ્ત્રીનું માનવું છે કે, બોર્ડર ગાવાસ્કર ટ્રોફી એટલે કે, ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની ચાર ટેસ્ટ સિરીઝનું ભાવિ અશ્વિન ના ફોર્મ પર આધારીત રહેશે. ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝમાં અશ્વિન હુકમનો એક્કો સાબીત થઈ શકે તેમ છે. અશ્વિન ને ટીમની યોજનાના ભાગરૂપે જ લેવાવો જોઈએ અને તેને જરાય નજરઅંદાજ કરી શકાય નહીં.
ભારતે કુલદિપ યાદવને ત્રીજા સ્પિનર તરીકે રાખવો જોઈએ
રવિ શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉપરા ઉપરી બે સિરીઝ જીતી હતી. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, કુલદિપ યાદવને ટીમમાં ત્રીજા સ્પિનર તરીકે રાખવામાં મને જરાય ખચકાટ થશે નહીં. પરંતુ સુર્યકુમાર યાદવ એક આક્રમક બેટ્સમેન તરીકે ટીમમાં સમાવવો જોઈએ. કેમ કે, તે રમતનું પાસુ પલટી નાખવા માટે સક્ષમ છે.
રવિચંદ્રન અશ્વિન ભારતીય ટીમ માટે સૌથી અગત્યનો બોલર છે. તેનું ફોર્મ જ આ સિરીઝનું પરીણામ નક્કી કરશે તે ઉપયોગી બેટીંગ પણ કરી શકે છે અને ટીમને થોડા રન કરી આપવામાં પણ તે મદદરૂપ થઈ શકશે. તેમ રવિ શાસ્ત્રીએ ઉમેર્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર ટેસ્ટની સિરીઝનો પ્રથમ ટેસ્ટ ગુરૂવારથી શરૂ થશે.