રાજકોટમાં શાળાને બોર્ડની માન્યતાના બોગસ સર્ટિફીકેટ કૌભાંડમાં આઠ માસથી ફરાર આરોપી ઝબ્બે
બોર્ડ ઓફ હાયરસેકન્ડરી એજયુકેશન દિલ્હી નામે બોગસ સર્ટીફીકેટ બનાવ્યું 57 સ્કુલને ધળબી દીધા હતા
રાજકોટમાં બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજયુકેશન દીલ્હી નામે સરકાર માન્ય બોગસ સર્ટીફીકેટ આપી 57 સ્કુલને ધળબી દીધાના કૌભાંડમાં પોલીસે આઠ માસથી ફરાર આરોપી પરેશ પ્રાણશંકર વ્યાસ નામના શખ્સની માધાપર ચોકડી પાસેથી ધરપકડ કરી છે.
વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી. જાડેજા, પી.એસ.આઇ. એમ.જે. હુણ અને તેની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી આધારે માધાપર ચોકડી પાસેથી નકલી સર્ટીફીકેટ કૌભાંડના આઠ માસથી ફરાર આરોપી પરેશ વ્યાસની ધરપકડ કરી છે. વધુ વિગતો મુજબ તા. 9-5 ના જયંતિ લાલજી સુદાણી તથા તેની સાથેના અન્ય પાંચ આરોપીઓ દ્વારા રાજયભરની પ7 જેટલી શાળાને હાયર સેક્ધટરી બોર્ડ દિલ્હીના પરમીશન વાળુ સર્ટિફીકેટ બનાવાના કૌભાંડમાં પોલીસે તમામની ધરપકડ કરી હતી જે મામલે તેમાનો ફરાર પરેશ વ્યાસને પોલીસે આઠ માસ બાદ માધાપર ચોકડી પાસેથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.