સુરત સેશન્સ કોર્ટે ફટકારી ફાંસીની સજા…
પાંચ મહિના પહેલા સુરતના સચિન વિસ્તારમાં કપલેથા ગામમાં બે વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને મોતને ઘટ ઉતારનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા આપી.
પાંચ મહિના બાદ બળાત્કારી અને ખૂની એવા ઈસ્માઈલને આખરે તેને દુસ્કૃત્ય માટે સજા મળી. ૨૭ ફેબ્રુઅરીએ ૧ વર્ષ અને નવ માસની માસુમ બાળકી પર બળાત્કાર કરી તેને મારી નાખવાના ગુન્હા હેતલ અટકાયત કરવામાં આવી હતી. આ કેસ બાબતે થોડા દિવસ પહેલા જ આરોપીને દોશી જાહેર કરવામાં આવ્યો હતો. જયારે દોષિત ઈસ્માઈલને બુધવારે સુરત સેશન્સ કોર્ટમાં હાજર કરી કોર્ટના છઠ્ઠા એડીશનલ જજ એસ એન સોલંકીની કોર્ટમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.
બાળકીના પિતાનો મિત્ર ૨૩ વર્ષીય ઈસ્માઈલ બાળકીને રમાડવાના બહાને અવારનવાર લઇ જતો હતો. અને આ જ લાગણીના સંબધના ઓઠા હેઠળ યુસુફ ઈસ્માઈલએ કુમળા ફૂલને મસળી નાખ્યું. દુસ્કૃત્ય આચરી બાળકીના પેટના ભાગે ચારી મારવાની સાથે સાથે શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજાઓ પહોચાડી હતી. આટલેથી એ નિર્દયી અટક્યો નહોતો એને બાળકીને નાભીના ભાગે પહોચાડેલી ઈજાઓનો વિડીઓ પણ શૂટ કર્યો હતો અને તે જોતો હતો.