- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે લવાયો
- વિજય પાસવાન નામના આરોપીએ આચર્યું હતું દુ*ષ્કર્મ
- બાળકીનું વડોદરાની હોસ્પીટલમાં સારવાર દરમિયાન મો*ત નીપજ્યું
- પોટેન્સી ટેસ્ટ બાદ આરોપીને પરત લઇ જવાશે
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર બર્બરતા પૂર્ણ થયેલા દુ-ષ્કર્મને લઈને સમગ્ર રાજ્ય સહિત દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. આ કેસથી દિલ્હીના નિર્ભયાકાંડની યાદ તાજી થઈ છે. ત્યારે બાળકીનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં અવસાન થયું હતું. બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુ-ષ્કર્મ આચરનાર આરોપી ગણતરીના સમયમાં ઝડપાયો હતો. ત્યારે આરોપી વિજય પાસવાન સામે તમામ પૂરાવા એકત્ર કરવા માટે પોલીસ આરોપીને સુરત સિવિલ હોસ્પિટલ પોટેન્સી ટેસ્ટ માટે લઈ આવી હતી.
માથે કાળુ કપડું બાંધી લવાયો
વિજય પાસવાન નામના આરોપીના ટેસ્ટ અંકલેશ્વર ખાતે થઈ શકે તેમ ન હોવાથી સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવાની ફરજ પડી હતી. તેમજ આરોપીને નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સંબંધિત વિભાગ દ્વારા પોટેન્સી ટેસ્ટ કરાવીને ફરીથી આરોપીને લઈ પોલીસ રવાના થઈ હતી. તેના શરીર પરથી ટેટૂ સહિતના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું એક શખસે અપહરણ કરીને દુ-ષ્કર્મ આચર્યું હોવાની ઘટના સર્જાઈ હતી. જેમાં નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે કરી હતી. આ દરમિયાન આબરૂ જવાની બીકથી મા-બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજીવાર બાળકી પર દુ-ષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા.
બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યાં તેનું મો*ત થયું હતું. તેમજ આરોપી મૂળ ઝારખંડનો વતની હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય