14 માસ પૂર્વે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કર્યા હવસનો શિકાર બનાવી હતી
ગોંડલની સ્પેશિયલ અદાલત તે દુષ્કર્મલના ગુનામાં વધુ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો
અબતક, રાજકોટ
કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ઓઘોગિક વિસ્તારમાં સગીરાને પ્રેમ ઝાળ મા ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ ગુજારવાના ગુનાનો કેસ ગોંડલની પોકસો અદાલતમાં ચાલી જતા ન્યાયાધીશે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં 16 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મા ગુજારયાની ભોગ બનનારની માતાએ જુલાઈ 2021માં શાપર વેરાવળ પોલીસ મથકમાં મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નંદાસરા ગામનો અને હાલ શાપર.વિસ્તારમાં મજૂરી કામ કરતો ભરત રમેશ સેનવા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ભરત રમેશ શેરવાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કર્યો હતો.
બાદ તપાસનીશ દ્વારા ગોંડલની અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી. કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની ધારદાર રજૂઆત બાદ સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયા હાજર રહી સરકાર તરફે દસ્તાવેજી પુરાવા રજૂ કરી અને છ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. તેમજ લેખિત મૌખિક દલીલ અને ભોગ બનનાર, ફરિયાદી,તપાસનીસ અને તબીબ સહિતનાએ કેસને સમર્થન આપતા કેસની કડી પુરવાર થતાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશનસ જજ ડી.આર. ભટ્ટે રમેશ સેનવાને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. આ કામે સરકાર તરફે એ.પી.પી. ઘનશ્યામભાઈ ડોબરીયા હાજર રહ્યા હતા.