ત્રણ શખ્સ પોઝીટીવ, ધરપકડ આંક 13: વધુ રોકડ
અને 13 ઈન્જેકશન મળી 27.19 લાખનો મુદામાલ કબ્જે

કોરોનાની મહામારીમાં પ્રજા હેરાન પરેશાન છે. ત્યારે ગીધડાઓની માફક  નગુણા શખ્સો દવા ઈન્જેકશનના કાળા બજાર, મૃતદેહ પરથી ઘરેણા, રોકડા અને માબેાઈલ તફડાવવા તેમજ નકલી ઈન્જેકશનના વેચાણના  રાજય વ્યાપી  રેકેટનો મોરબી  પોલીસે પર્દાફાશ કર્યો છે.  પોલીસે આ  ગુનામાં  વધુ બે શખ્સોની રિમાન્ડ મેળવેલ  અને ત્રણ શખ્સોનો રિપોર્ટ પોઝીટીવ  આવ્યો છે. નવ  શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનોની બનાવટ તથા વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મોરબી પોલીસે નકલી રેમડેસીવીર ઈંજેક્શનનાં વેચાણનાં રાજ્ય વ્યાપી રેકેટમાં કુલ 13 ઇસમોની અટકાયત કરી હોય તેઓના કોવીડ-19 મેડીકલ રીપોર્ટ કરાવતા કુલ-13 ઇસમો પૈકી ત્રણ આરોપીઓ કોરોના પોઝીટીવ આવતા કોવીડ કેર સેન્ટરમાં આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ તેમજ બાકીના 10 આરોપીઓને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તે પૈકી બે ઇસમોના તા.13/05/2021 સુધી 9 દિલસ ના પોલીસ રીમાન્ડ મેળવવા આવેલ છે. દરમ્યાન અલગ-અલગ ટીમોને તપાસમાં મોકલેલ જેમાં પકડાયેલ આરોપી ફઇમે અમદાવાદના નફીસ પાસેથી ડુપ્લીકેટ ઇન્જેકશન લીધેલ જે પેટે ફઇમે અમદાવાદના નફીસને રૂપીયા ચુકવેલ તે ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનના વેચાણના વધુ રૂપીયા 20,90,500/- તથા ડુપ્લીકેટ રેમડેસીવીર ઈંજેક્શન નંગ-131 (કિ.રૂ.6,28,800/-) મળી કુલ રૂ.27,19,300/- નો મુદામાલ આ ગુનાના કામે  કબ્જે કરવામાં આવેલ છે. તેમજ બીજી ટીમો તપાસ અર્થે કાર્યરત છે.

કોરોના પોઝીટીવ આવેલ આરોપીઓના નામ: રાહુલ અશ્વિનભાઇ લુવાણા , મહમદ આશીમ ઉર્ફે મહમદઆશીફ મહમદઅબ્બાસભાઇ શેખ ,સંજયકુમાર ઇશ્વરભાઇ પટેલ.

અટક કરેલ આરોપીના નામ :  કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા, પુનિતભાઇ ગુણવંતલાલ શા, પ્રકાશભાઇ મધુકર વાકોડે, ધર્મેશભાઇ ઇશ્વરભાઇ પટેલ,ધીરજભાઇ શીવપુજન કુશવાહ,  હસન અસલમ સુરતી , ફહીમ ઉર્ફે ફઇમ હારૂનભાઇ મેમણ,નફીસ કાસમભાઇ મન્સુરી પીંજારા,

પોલીસ રીમાન્ડ મળેલ આરોપીના નામ :  રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ લુવાણા, રમીઝ સૈયદ હુશેન કાદરી,

આજરોજ વધુ હસ્તગત કરેલ આરોપીનું નામ :  નાગુજી ઉર્ફે નાગેશ નામદેવભાઇ મોરે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.