તાત્કાલિક પગલા ભરવામાં નહીં આવે તો ઉપવાસ પર બેસવાની ગ્રામજનોની ચીમકી

વઢવાણ તાલુકામાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વ્રજલાલ નાગજીભાઈ તથા તેના પુત્રો બે છે જેઓ કોમ્પ્યુટરાઈઝ કુપન કાઢવાના રૂ.૫-૧૦ લે છે અને તોલમાં ઘડો કર્યા વગર સીધુ જ અનાજ રાશન આપે છે પરીણામે દરેક વ્યકિતને આશરે ૫૦૦ ગ્રામથી માંડીને ૧ કિલો સુધીનું અનાજ રાશન ઓછું આવે છે અને તે બાબતે રજુઆત કરતા ઉઘ્ધત જવાબ આપે છે ધમકીઓ આપે છે અને તે બાબતે હીરાભાઈ લખમણભાઈ નાગડુકીયાએ સામાન્ય રીતે રજુઆત કરતા તેમને લાકડી વડે માર મારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડેલ છે.

જે અંગેની ફરિયાદ પણ પોલીસ સ્ટેશન વઢવાણમાં દુકાનદાર વ્રજલાલ નાગજીભાઈ સાથે દાખલ કરેલ છે. સદરહું ગામમાં દહેશત ફેલાવી દીધેલ છે તેની સામે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી અને તે મનફાવે તે રીતે ધંધો કરે છે. સ્ટોક પત્રકનું બોર્ડ રાખતા નથી અને તેઓ માલનો કાળા બજારમાં વેચાણ કરે છે તેમજ તે ગમે તેનું કેરોસીન મળતું હોય તે પણ બંધ કરી દે છે અને બેફામ કાળાબજાર કરે છે.

તેઓ ગામજનોની સાથે તેઓ ગેરવર્તન કરે છે અને તેઓને પુછવા જતા તેઓ જવાબ આપે છે કે કાયદાની વિરુઘ્ધ હોય તમારે જે કાંઈ કરવું હોય તે છુટી છે મને કાંઈ જ પણ થવાનું નથી તમે ગમે ત્યાં જશો ત્યાં અમારા માણસો હશે તેવી ધમકીથી ગ્રામજનો પરેશાન થઈ ચુકયા છે. તો અરજી મળ્યેથી દિવસ-૧૫માં તાત્કાલિક યોગ્ય પગલા ભરશો અન્યથા સાંકળી સમસ્ત ગ્રામજનોએ વઢવાણ તાલુકા સેવા સદન સામે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.