અબતક, પોરબંદર
કુતિયાણામાં ત્રણ વષ્ર્ા પહેલા મહિલાના હત્યાના પ્રયાસની ઘટના બની હતી. જેમાં પોરબંદર ડિસ્ટ્રીકટ કોર્ટે આરોપીને છ વષ્ર્ાની સજા ફટકારી છે. કુતિયાણાના બહારપુરામાં રહેતા નરેશ કિશનચંદ ચેલાણી ફ્રૂટનો હોલસેલ વેપાર કરે છે. ત્યારે કુતિયાણામાં જ રહેતો ગુરમુખ ઉર્ફે કકી મોતીરામ ખટ્ટર અને તેના ભાઈઓ પણ ફળનો જ વેપાર કરતા હોવાથી તેઓ નરેશ પાસેથી ઉધાર ફ્રૂટ લઈ જતા હતા.
ત્યારે આ ખટ્ટર ભાઈઓની ઉધારી વધી જતા નરેશે ઉધાર આપવાનું બંધ કર્યું હતું. જે વાતનું મનદુ:ખ રાખી વષ્ર્ા ર018 ના જુલાઈ માસમાં ર7 તારીખે ગુરમુખ નામનો આ શખ્સ છરી સાથે નરેશના ઘરે પહોંચી ગયો હતો. પરંતુ તે સમયે નરેશ ઘરે હાજર ન હોવાથી તેની પત્ની દીપાબેન પર ળવલેણ હુમલો કયર્ો હતો, જે મામલે કુતિયાણા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ અંગેનો ગુન્હો નોંધાયો હતો.
ત્યારે પોરબંદરની ડિસ્ટ્રીકટ કોર્ટમાં આ કેસ ચાલી જતા પબ્લીક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવાએ રજુ કરેલ પુરાવા અને ધારદાર દલીલો બાદ ગુરમુખને હત્યાના પ્રયાસ બદલ પાંચ વષ્ર્ાની સજા અને રૂપીયા બે હજારનો દંડ ફટકારાયો હતો, તેમજ વગર મંજુરીએ ઘરમાં ઘૂસી હુમલો કરવા બદલ વધુ એક વષ્ર્ાની સજા અને રૂપીયા એક હજારનો દંડ ફટકારાયો છે..