તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા *પોકેટ કોપ* પ્રોજેક્ટ શરૂ કરી, આ પ્રોજેક્ટ અન્વયે ડેટા કનેક્ટિવિટી સાથે થાણા અમલદાર, ઈન્વેસ્ટિગેશનનું કામ કરતા પોલીસ અધિકારી, પીસીઆર વાનના ઇન્ચાર્જ અધિકારી, પાસપોર્ટ નું કામ કરતા પોલીસ અધિકારી, સહિતના ૪૯૦૦ કર્મચારીઓને ગુજરાત સરકારના ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તેમજ સ્ટાફને સ્માર્ટ મોબાઈલ ફોન આપવામાં આવેલ છે…
ગુજરાત સરકારના આ પોકેટ કોપ અભિયાન અંતર્ગત આ પોકેટ એપ્લિકેશનમાં ખાસ કરીને જુદાજુદા ગુનામાં પકડાયેલા આરોપીઓની ફોટા તેમ જ ગુન્હાની માહિતી સાથે તેમ જ પોલીસ કર્મચારીઓની માહિતી, ઉપરાંત પાસપોર્ટ વેરિફિકેશન, ટ્રાફિકના નિયમો, વિગેરે માહિતી આપવામાં આવેલ છે ગુજરાત માંથી ગુમ થયેલ વ્યક્તિઓની માહિતીઓ પણ મળી રહે છે. ગુજરાત સરકાર દ્વારા *પોકેટ કોપ* પ્રોજેક્ટ ઇ ગુજકોપ કાર્યક્રમ અંતર્ગત ગોઠવવામાં આવેલ છે…
તાજેતરમાં લીંબડી પોલીસ સ્ટેશન ખાતે મારામારી તથા એટ્રોસીટી એકટના ગુન્હામાં *નાસતો ફરતો આરોપી પ્રકાશ ઉર્ફે જયદીપ પ્રભુદાસ દેસાની જાતે બાવાજી ઉવ. ૨૭ રહે. ગોકુલનગર, સુરેન્દ્રનગર નવ માસ બાદ પકડાયેલ* હતો. આરોપીની પૂછપરછ કરતા, આ આરોપીએ પોતે કોઈપણ ગુન્હાઓ આચરેલા નથી અને પોતે ક્યાંય પકડાયેલ નહિ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી…
જિલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી ની સૂચના* અનુસાર આ ગુન્હાની તપાસ કરતા લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. મહેશભાઈ, પરાક્રમસિંહ, સહિતના સ્ટાફ દ્વારા પકડાયેલ આરોપી અંગે *પોકેટ કોપ* એપ્લિકેશન માં *સર્ચ કરવામાં આવતા, આરોપી દ્વારા આચરવામાં આવેલા ગુન્હાની સંપૂર્ણ વિગતો મળી આવેલ* હતી…
આ બધી જ વિગતો *પોકેટ કોપ* પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવેલ સ્માર્ટ ફોનની એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. *આમ, પકડાયેલ આરોપી પોતાના ગુન્હાઓ છુપાવવા માંગતો હતો પણ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પોલીસે તેની પોલ ખોલી નાખેલ હતી.* આ પહેલા પણ સાયલા પોલીસ સ્ટેશનના ગુન્હામાં આરોપીની વિગત પોકેટ કોપ મારફતે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને ટીમ દ્વારા મેળવવામાં આવેલ હતી….
આમ, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ *પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવાનું સુરેન્દ્રનગર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને તેના દ્વારા ત્વરિત માહિતી મળતી હોઇ, ગુન્હાની તપાસમાં તેનો ઉપયોગ પણ કરવાનું શરૂ કરવામાં આવેલ* છે. જે પોલીસ તપાસ તથા જાણકારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે..