૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ કોલેજ બાર દેખાવો કરી પરીક્ષાનો બહિષ્કાર કર્યો
ગુજરાતમાં બિનસચિવાલ ની પરીક્ષા જાહેર સેવા આયોગ દ્વારા યોજવા માં આવેલ હતી.ત્યારે આ પરીક્ષા આગાવ ગ્રેજ્યુએટ પર લેવા ની હોવા ના કારણે રદ કરી હતી ત્યારે વિદ્યાર્થીઓ ની લડતના પગલે આ પરીક્ષા યોજવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ કેન્દ્રો ઉપર આજે લેવાનારી બિન સચિવાલય ની પરીક્ષા માં સુરેન્દ્રનગર ના અનેક કેન્દ્ર ઉપર હોબાળો થવા પામ્યા હતા.
જેમાં શહેર ની એમ પી શાહ કોમર્સ કોલેજ મા સૌથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા ખંડની બહાર બેસીને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો અને આ પરીક્ષા રદ કરવા માંગ કરી હતી.જેમાં મામલો વધુ ઉચકાતા પોલીસ મુતા સુરેન્દ્રનગર જિલ્લા ના થાશ નો ખાફ્લો ઘટના સ્થળે દોડી આવીયો હતો.અને વિદ્યાર્થીઓ ને કાબુ માં લીધા હતા. ત્યારે પરીક્ષાર્થીઓ દ્વારા આ બહિષ્કાર કરવા નું કારણ પેપરો ના સીલ તુટેલા હતા એવો વીર્ધાર્થીઓ દ્વારા આક્ષેપ કરીને પરીક્ષાનો બહિષ્કાર કરી પરીક્ષા ખંડની બહાર બેસી જતા આ હોબાળો થવાના પગલે પોલીસ પણ ધટના સ્થળેપહોંચી તપાસ હાથ ધરી છે.ત્યારે વિદ્યાર્થીઓ એ ખુલ્લો આક્ષેપ કર્યો છે.કે જ્યારે આ વર્ગ માં પેપર લઈ ને આવીયા હતા.ત્યારે આ પેપર નું સિલ તૂટેલું હતું .
હાલ પરીક્ષા ચાલુ સીલ તુટેલા મુદ્દે તપાસ કરવામાં આવશે એવું પણ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું હતું. ૧૦૦ થી વધુ સંખ્યામાં વિદ્યાર્થી ઓ બહાર પરીક્ષાનો બહિષ્કાર કરી આ પરીક્ષા રદ કરવા કરી માંગ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી આ મુદ્દે તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તેના પર વિદ્યાર્થીઓ સહિત સૌની મીટ મંડાઈ રહી છે.
ચોટીલા: બીનસચિવાલયની પરીક્ષામાં સંચાલકોએ વિદ્યાર્થીઓને પેપર લખાવવમાં મદદ કરી હોવાની રાવ
ચોટીલાના રોક ઓફ ગ્લોરી સ્કૂલમાં બિન સચિવાલયની પરીક્ષામા શિક્ષકોં દ્રારા અમુક વિધાર્થીઓને પેપર લખાવવાની લેખિત રાજુઆર કરવામા આવિ છે ચોટીલાથી થાન તરફ જતા ચોટીલા થી ત્રણ કિ.મી.દૂર આવેલ સરસ્વતી માધ્યમિક શાળા ( રોક ઓફ ગ્લોરી સ્કુલ) મા પરીક્ષા દરમિયાન સ્કુલ સ્ટાફ તેમજ સંચાલકો દ્વારા અમુક વિદ્યાર્થીઓને પેપર લખવામાં મદદ કરતા હોવાની લેખિત રજૂઆત અન્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે