- ડિજિટલ ઈન્ડિયા મિશન સંશોધકો, નીતિ નિર્માતાઓ અને પ્રદાતાઓ વચ્ચે વ્યાપક પ્રતિભાવરૂપી સાંકળ સમાન સેવા પ્રદાન કરે છે
- શું વાત છે !!! હવે માત્ર દર્દી જ નહિ ખાનગી કે જાહેર ક્ષેત્રના તબીબોને પણ મળશે એઈમ્સના સ્પેશિયાલિસ્ટો પાસેથી તબીબી માર્ગદર્શન
માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાના હેતુથી એઈમ્સ રાજકોટ ડિજિટલ સ્તરે પણ વિવિધ સેવાઓ આપી રહી છે. એઈમ્સ રાજકોટમાં ડિજિટલ સેવાના ભાગરૂપે ફેબ્રુઆરી 2022માં ટેલી મેડિસિન સેવાઓની શરૂઆત કરવામાં આવી હતી. આ સેવા સૌપ્રથમ રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો માટે સીમિત કરવામાં આવી હતી. જેમાં ક્રમશ: વધારો કરતા હાલમાં સમગ્ર ગુજરાતના લોકોને આ સેવાનો લાભ આપવામાં છે.
- ડિજિટલ સેવા ક્ષેત્રે દેશની બધી એઈમ્સની સરખામણીમાં
- રાજકોટ એઈમ્સ મોખરે : કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા દ્વારા હોસ્પિટલની પ્રાપ્ત સિદ્ધિની કરાઈ સરાહના
- ડિજિટલ સેવાનો લાભ લોકો સુધી વધુ પહોંચડવા માટે એઈમ્સ પ્રયત્નશીલ: ડો. કૃપાલ જોશી
ડિજિટલ ઇન્ડિયા મિશન દ્વારા બીજી ડિજિટલ સેવા પણ આપવામાં આવે છે. જેનું નામ અઇઉખ (આયુષ્માન ભારત ડિજિટલ મિશન) છે. અઇઉખ માં હેલ્થ રેકોર્ડ ક્લીઅર કરવામાં આવે છે. જેમાં આભા આઈ.ડી. બનાવવામાં આવે છે. આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટમાં દરેક દર્દીનું એક અલગ અકાઉન્ટ બને છે. જે અકાઉન્ટ સારવાર લેવા આવનાર દરેક દર્દીને બનાવી દેવામાં છે. હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ પણ આભા ઇનએબલ કરી દેવાય છે. તો જે દર્દીઓ ને ટોકન લેવું હોય તેને ખૂબ જ સરળ રીતે ડિજિટલ માધ્યમ થકી ટોકન મળી રહે છે. તેઓને લાઈનોમાં નથી ઊભા રહેવું પડતું . આ તેનો પ્રથમ લાભ છે . અન્ય ફાયદો એ થાય છે કે તે જે પણ લોકો સારવાર લે છે એનો એક રિપોર્ટ તૈયાર થાય છે. તે દરેક રિપોર્ટને આભા આઇડી સાથે લિંક કરવામાં આવે છે. એક વાર આભા આઇડી સાથે લિંક થયા બાદ દર્દી કોઈ પણ સ્થળે સારવાર લેવા જાય અને એ લોકો જો આભા સાથે જોડાયેલા હશે તો દર્દીના સંપૂર્ણ હેલ્થ રેકોર્ડની વિગતો તેમાં સરળતાથી જોવા મળશે. આમ કેન્દ્ર સરકારનો જે વિઝન છે ભારતને ડિજિટલ હેલ્થ રેકોર્ડ તરફ લઈ જવાનો જેના કારણે તબીબી ક્ષેત્રમાં દર્દી અને તબીબ બંનેને સરળ અને ઝડપી નિદાનની આપ-લે થાય તે સાકાર થશે. ઘણી વાર ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના દર્દીઓને તેની હિસ્ટ્રી પૂછવી પડે છે. એની પાસે કોઈ પાસ્ટ ડિટેલ હોતી નથી એવા સંજોગોમાં ડિજિટલ માધ્યમ ઉપયોગી બને છે.
ટેલી મેડીસીનના માધ્યમથી દર્દીને દુર્ગમ સ્થળોએ ફોનથી પ્રાપ્ત થશે એઈમ્સના તબીબો પાસેથી સારવાર
ટેલી મેડિસિનમાં મુખ્ય બે પ્રકારો છે. જેમાં પ્રથમ ઓ.પી.ડી. મોડ્યુલ છે, કે જેમાં દર્દી પ્રત્યક્ષ રીતે સ્પેશિયાલિસ્ટ કે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોનો સીધો સંપર્ક સાધી શકે છે. બીજું મોડ્યુલ હેલ્થ એન્ડ વેલનેસ મોડ્યુલ છે. જેમાં કેન્દ્ર સરકારનું આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર , ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ત્યાંના બધા ડોક્ટરો જોડાયેલા હોય છે. જેમાં દર્દીના રિપોર્ટ જાણી તેને યોગ્ય નિદાન આપવાના હેતુ સાથે અન્ય ડોક્ટર દ્વારા એઈમ્સના ડોકટર સાથે સંપર્ક સાધવામાં આવે છે. જેથી એઈમ્સ રાજકોટના ડોક્ટરો પાસેથી ફોનના માધ્યમથી માર્ગદર્શન મેળવવામાં સરળતા રહે છે. ટુંકમાં કહીએ તો, ડોકટર ટુ ડોકટર સંર્પક કરવામાં આવે છે.
ટેલી મેડિસીન ડોકટર ટુ ડોકટર સંવાદ સાધવામાં ઉપયોગી
હેલ્થ એન્ડ વેલનેસ મોડ્યુલમાં કેન્દ્ર સરકારનું આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર , ડિસ્ટ્રિક્ટ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ત્યાંના બધા ડોક્ટરો જોડાયેલા હોય છે. જેમાં દર્દીના રિપોર્ટ જાણી તેને યોગ્ય નિદાન આપવાના હેતુ સાથે અન્ય ડોક્ટર દ્વારા એઈમ્સના ડોકટર સાથે સંપર્ક સાધવામાં આવે છે. જેથી એઈમ્સ રાજકોટના ડોક્ટરો પાસેથી ફોનના માધ્યમથી માર્ગદર્શન મેળવવામાં સરળતા રહે છે. ટુંકમાં કહીએ તો, ડોકટર ટુ ડોકટર સંર્પક કરવામાં આવે છે. અમુક ક્રિટીકલ કેસોમાં ટેલી મેડિસીન માધ્યમની મદદથી ડોકટર ટુ ડોકટર સંવાદ સાધી દર્દીના જીવ બચાવી શકાય છે. જે તબીબી ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.
એઈમ્સમાં ડિજિટલ સેવાનો લાભ સપ્તાહમાં કેટલા દિવસ ક્યાં સમયે મળે છે? તે અંગે માહિતી
એઈમ્સમાં ટેલી મેડીસીનની સેવા માટે સપ્તાહમાં સોમવારથી શુક્રવાર સુધી બારથી ચાર વાગ્યાનો સમય ગોઠવવામાં આવ્યો છે. અને શનિવારે સવારે 10 થી 1 સુધીનો સમય ગોઠવવામાં આવ્યો છે. જેમાં એઈમ્સના નિષ્ણાત તબીબો ઉપલબ્ધ રહેશે. આમ દર્દી અને હેલ્થ એન્ડ વેલનેસના ડોક્ટરો માટે રાજકોટ એઇમ્સ હોસ્પિટલના તબીબોની ટીમ ડિજિટલ માધ્યમ દ્વારા સેવા આપી હરહંમેશ ઉપલબ્ધ રહે છે.
અંદાજિત 8933 જેટલી સરકારી કે ખાનગી હોસ્પિટલોનું ડિજિટલ માધ્યમ થકી જોડાણ, જેમાં એઈમ્સ હબ તરીકે કાર્યરત
હાલમાં સમગ્ર ગુજરાતમાં કુલ 8933 જેટલા સ્પોક આવેલા છે. અને તેમાં એઈમ્સ રાજકોટ હબ તરીકે કામ કરી રહ્યું છે. આમ એઈમ્સ રાજકોટ દ્વારા 8933 સ્પોકને સેવાઓ પુરવાર કરવામાં આવે છે. ઓ.પી.ડી. મોડ્યુલમાં રાજ્ય બહારથી પણ ફોન દ્વારા સંપર્ક સાધવામાં આવી રહ્યા છે. જેમાં કોઈપણ દર્દી અગાઉ એકવાર સારવાર લઈ ચૂક્યું હોય અને તે દર્દી કોઈ સંજોગોવશ એઈમ્સમાં સારવાર અર્થે આવી નથી શકતું કે તેની પરિસ્થિતિ ના કારણે તે પહોંચી નથી શકતું એવા સંજોગોમાં દર્દીઓ ડિજિટલ માધ્યમ દ્વારા એઈમ્સ રાજકોટમાં નિષ્ણાંત તબીબો પાસેથી સારવાર લઈ શકે છે.
ટેલી મેડિસિનના માધ્યમથી એઈમ્સમાં કુલ 92 દર્દીઓએ કરી નિદાન પ્રાપ્તિ
જો ફેબ્રુઆરી 2022 થી લઈને હાલ સુધીની વાત કરવામાં આવે તો કુલ 92 હજાર લોકોનું ટેલી મેડિસિનના માધ્યમથી નિદાન કરવામાં આવ્યું છે. પ્રતિદિન 102 થી 110 સુધીના ફોન ના માધ્યમથી દર્દીઓ સારવાર લે છે.
ડોકટર ટુ ડોકટર માર્ગદર્શન સાધી સારવાર અને નિદાનમાં એઈમ્સ દેશમાં બીજા ક્રમે
હેલ્થ એન્ડ વેલનેસ જેમાં ડોક્ટર ટુ ડોક્ટર માર્ગદર્શન આપવામાં આવતા મોડ્યુલમાં એઈમ્સ રાજકોટ બીજા સ્થાને છે. વસુધેવ કુટુંબકમ્ ની ભાવનાની પૂર્ણતા કરી એઈમ્સ રાજકોટ અગ્રેસર છે. એઈમ્સને ડિજિટલ ક્ષેત્રમાં ભવિષ્યના દિવસોમાં વધુ કાર્યક્ષમ બનાવવા કેન્દ્ર સરકાર કાર્યરત છે.
આ માધ્યમની મદદથી ખાનગી હોસ્પિટલના ડોકટરોને સુપર સ્પેશિયાલિસ્ટો પાસેથી થશે માર્ગદર્શન પ્રાપ્તિ
ડિજિટલ માધ્યમ થકી જોડાયેલા ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા એઈમ્સના ડોકટર સાથે સંપર્ક સાધવામાં આવે છે. જેથી એઈમ્સ રાજકોટના ડોક્ટરો પાસેથી ફોનના માધ્યમથી માર્ગદર્શન મેળવવામાં સરળતા રહે છે. ટુંકમાં કહીએ તો, ડોકટર ટુ ડોકટર સંર્પક કરવામાં આવે છે. અમુક ક્રિટીકલ કેસોમાં ટેલી મેડિસીન માધ્યમની મદદથી ડોકટર ટુ ડોકટર સંવાદ સાધી દર્દીના જીવ બચાવી શકાય છે. જે તબીબી ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલીસ્ટના માર્ગદર્શનની મદદથી લોકોના જીવ બચાવી શકાશે.
અંદાજિત 31 હજાર આભા આઈ.ડી. બનાવી રાજકોટ એઈમ્સ દેશમાં પ્રથમ સ્થાને દેશની બધી એઈમ્સની સરખામણીએ રાજકોટ એઈમ્સનો ડિજિટલ સેવા ક્ષેત્રે પ્રથમ સ્થાન
હાલ સુધીમાં એઈમ્સમાં 31,000 જેટલા આભા આઈ.ડી. બનાવી દેવામાં આવ્યા છે. જેની શરૂઆત ડિસેમ્બર 2022માં કરવામાં આવી હતી. જેપી નડ્ડા એ ડિજિટલ તબીબી સેવા ક્ષેત્રે રાજકોટ એઈમ્સ દ્વારા સાધવામાં આવેલી સફળતા અંગે વિસ્તૃત માહિતી જાણી એઈમ્સ રાજકોટની કામગીરીની સરાહના કરી હતી. સમગ્ર ભારતમાં કુલ 18 જેટલી એઈમ્સ હોસ્પિટલો આવેલી છે. એમાં ટેલી મેડિસિન ઓપીડી મોડ્યુલમાં રાજકોટ એઈમ્સ પ્રથમ સ્થાને છે.