આગામી એક સપ્તાહ માંજ સરકારી અને અનુદાનિત બીએડ કોલેજોને યુનિવર્સિટી સાથે સંલગ્ન કરી દેવાશે
આઈઆઈટીઇની સ્થાપનાનો હેતુ સર ન થતા કોલેજોને યુનિવર્સીટી સાથે ફરી જોડવા સરકારની મંજૂરી
ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવ્યા બાદ એક દસકામાં ઈન્સ્ટિટયુટની જેમ વર્તવાના બદલે યુનિવર્સિટીની જેમ કાર્ય કરવા બીએડ કોલેજો પોતાનામાં ભેળવી હતી તે નિર્ણય બદલવાની ફરજ પડી છે. ત્રણ વર્ષ પહેલા આઈઆઈટીઈએ રાજ્યની તમામ સરકારી-ગ્રાન્ટેડ બીએડ કોલેજો 59 કોલેજોને પોતાનામાં ભેળવી દીધી હતી. પરંતુ જે દિશામાં કાર્ય થવું જોઈએ તે ન થતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. અને અંતે ફરી આ તમામ કોલેજોને જે તે યુનિવર્સીટી સાથે સંલગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે કામગીરી આગામી એક સપ્તાહમાં પૂર્ણ થઈ જશે.
ત્રણ વર્ષ પહેલાં આઈઆઈટીઈએ રાજ્યની 59 બીએડ કોલેજોને પોતાનામાં ભેળવવાનો ઠરાવ કર્યો હતો. બીએડ કોલેજોનો વિરોધ છતાં ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી સરકારી અને ગ્રાન્ટેડ બીએડ કોલેજોને ધરાર આઈઆઈટીઈમાં ભેળવી દેવાઈ હતી. જેની સામે વિરોધ દર્શાવવા અમદાવાદ અને રાજકોટની બીએડ કોલેજોએ કોર્ટમાં કેસ કરીને મદદ પણ માગી હતી. પરંતુ જે તે સમયે આ તમામ પ્રકારના પ્રયત્નો નો કોઈ જ ઉકેલ અને ઉપાય સામે આવ્યો ન હતો.
આઈઆઈટીઈનું પ્રેઝન્ટેશન યોજાયું હતું. જેને જોયા બાદ ઉચ્ચકક્ષાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જે રીતે આઈઆઈટીઇ ને સ્થાપના થઈ ત્યારે એ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો કે શિક્ષકોને ગુણવત્તા સભર બનાવવામાં આવે અને વૈશ્વિક સ્તરે તેઓ પણ કામ કરી શકે પરંતુ હાલ જે હેતુસર થવો જોઈએ તે થઈ શક્યો ન હતો. આઇઆઈટીઇ સંસ્થાને રિસર્ચ ઈન્સ્ટિટયુટ બનાવવાની છે. ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ચિલ્ડ્રન યુનિવર્સિટીને પણ આ જ પ્રકારનો ઠપકો આપી નારાજગી વ્યક્ત કરી હતી.
આઈઆઈએમ અને આઈઆઈટીની માફક સ્વતંત્ર રીતે કામ કરે તેવી સંસ્થા આઈઆઈટીઈને બનાવવાની હતી. એક્સપોર્ટ કરી શકાય તેવી લાયકાત ધરાવતા શિક્ષકો તૈયાર કરવાનું કામ સંસ્થાએ કરવાનું હતું. તેના બદલે આ રિસર્ચ ઈન્સ્ટિટયુટ ચીલાચાલુ યુનિવર્સિટી બનીને રહી ગઈ હતી. જો નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે ચાલવાનું હોય તો એફિલિએશન મોડલ ના ચાલે. પરંતુ હાલના તબક્કે રાજ્યની તમામ 59 બીએડ કોલેજોને જે તે યુનિવર્સિટી સાથે સંલગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આઈઆઈટીઇનો મુખ્ય હેતુ શિક્ષકોને તૈયાર કરવાનો હતો, જે સર ન થયો : નિદતભાઈ બારોટ
ટી.એન રાવ બીએડ કોલેજના ડોક્ટર નિદતભાઈ બારોટે જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન ની સ્થાપના સ્થાનિક શિક્ષકોને બીજા દેશોમાં અભ્યાસ કરાવી શકે તે રીતે તૈયાર કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે પ્રથમ તબક્કામાં સરકારી અને અનુદાનિત કોલેજોને અહીં જોડવા માટે દરખાસ્ત પણ કરાઈ હતી પરંતુ જે હેતુસર સ્થાપના કરવામાં આવી તે સર ન થતા ફરી આ તમામ કોલેજોને જે તે યુનિવર્સિટી સાથે સંલગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વધુમાં તેઓ જણાવ્યું હતું કે આવતા એક સપ્તાહમાં આ રાજ્યની તમામ બીએડ કોલેજો જે તે યુનિવર્સિટી સાથે પરી સંલગ્ન થઈ જશે અને તેના માટેની હાલ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે બી.એડ કોલેજો જે તે યુનિવર્સિટી સાથે લગ્ન થતા ની સાથે જ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આ એક સારા સમાચાર છે.
બીએડ કોલેજ ફરી યુનિવર્સીટી સાથે સંલગ્ન થતાંજ વિધાર્થીઓને પહોંચશે ફાયદો : મુકેશભાઈ દોશી
ગારડી કોલેજના મુકેશભાઈ દોશી એ જણાવ્યું હતું કે બી.એડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન ન થાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે કે હવે આ તમામ બીએડ કોલેજોને જે તે યુનિવર્સિટી સાથે સંલગ્ન કરી દેવામાં આવે. તેઓએ જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ બી.એડ માટે ખૂબ જ સારા છે કારણ કે રાજ્ય સરકાર દર વર્ષે સાત થી આઠ હાજર બીએડ કરેલા શિક્ષકોની ભરતી કરે છે
ત્યારે ટીચિંગ ફેકલ્ટીના ડીન નિદતભાઈ બારોટ બીએડના કોર્સમાં પણ બદલાવ કરવા માટે તૈયારી કરી રહ્યા છે જેથી વિદ્યાર્થીઓને સારો એવો અભ્યાસક્રમ આપી શકાય અને પોતાની કળાને વધુ વિસ્તૃત બનાવી શકે. તેઓએ જણાવ્યું હતું કે જે રીતે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન ની સ્થાપના કરવામાં આવી તે મુજબના કાર્યો ન થતા ફરી આંખોને યુનિવર્સિટી સાથે સંલગ્ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.