આગામી પખવાડિયાના બે ગ્રહણ બહુ જ સંવેદનશીલ રહેશે
ધાર્મિક સમાચાર
તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ શનિવારે શનિ અમાવસ્યા સાથે જ કંકણાકૃતિ સૂર્યગ્રહણ આવી રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું રહેશે નહિ પરંતુ આગામી પખવાડીયામાં બે ગ્રહણ હોય તેની દૂરગામી અસર જોવા મળશે આ સમયમાં પરિસ્થિતિ તંગ થતી જોવા મળે અને યુદ્ધનો માહોલ વધુ તીવ્ર બનતો જાય છે, ખાસ કરી ને આગામી પખવાડિયાના બે ગ્રહણ આગામી બે માસ બહુ જ સંવેદનશીલ બનાવે છે વળી આ વખતે ગ્રહણમાં વધુ ગ્રહો અસર પામે છે ખાસ કરીને સ્ફોટક મંગળ મહારાજ વિશેષ અસરમાં આવે છે જેથી યુદ્ધની આગમાં ઘી હોમાય છે અને અનેક દેશ બંને તરફ ગોઠવાતા જોવા મળશે અને અન્ય દેશ પણ યુદ્ધની કગાર પર આવતા જોવા મળશે વળી આ જ સમય મંગળ અસરમાં આવતા હોવાથી ભૂમિને અસર પહોંચે છે માટે ઘણી જગ્યાએ ભૂકંપ બાબતે સાવચેતી રાખવી પડશે ઘણા દેશ માં અને આપણા દેશમાં ઉત્તર ભાગમાં , પાકિસ્તાન અને નેપાળ તરફ પણ ભૂકંપની શક્યતા રહેલી છે વળી આ પ્રકારે ઘણી જગ્યાએ કંપન અનુભવ થશે. બે ગ્રહણ વચ્ચેનો સમય પણ થોડો ભારે ગણી શકાય માટે આ સમયમાં ઇષ્ટદેવનું સ્મરણ વિશેષ લાભદાયી રહેશે. કેટલીક સાધનાઓ ગ્રહણ સમયે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે માટે ગ્રહણ સમયે દુન્યવી કામકાજ નહિ કરી ને દાન ધર્મ અને સાધના કરવાથી વિશેષ લાભ મેળવી શકાય છે.
આ ગ્રહણ કન્યા રાશિ અને ચિત્રા નક્ષત્રમાં થનાર છે, રાશિ મુજબ તેની અસર જોઈએ
મેષ (અ,લ,ઈ) : ખુબ દોડધામ રહેતી જોવા મળે, તમારી જાત માટે સમય કાઢવો મુશ્કેલ બને, સામાજિક અને જાહેરજીવનમાં અંતરાયો આવતા જોવા મળે, કેટલાક કાર્યમાં વિલંબ થાય અને ધાર્યા કામ પાર ના પડે, સમય મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : આ સમયમાં ખર્ચનું પ્રમાણ વધતું જોવા મળે, હિતશત્રુઓ તમારી પ્રતિભાને ઝાંખપ લગાવવા પ્રયત્ન કરતા જોવા મળે, રોગ, ઋણ અને શત્રુ આ સમયમાં હાવી થતા જોવા મળે, આ માટે દરરોજ સવારે ધ્યાન કરવાથી લાભ થાય.
મિથુન (ક,છ,ઘ) : લાગણીમાં આવી નિર્ણયો કરશો તો પ્રશ્ન ઉપસ્થિત થતા જોવા મળશે, વધુ પડતા વિશ્વાસે ના ચાલવા સલાહ છે, તમે જે પ્રવૃત્તિમાં આગળ વધો તેનું અગાઉથી યોગ્ય આયોજન કરવું આ સમયમાં જરૂરી બનશે કેમ કે કેટલીક રુકાવટો આવી શકે છે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગને થોડી પરેશાનીઓનો અનુભવ થાય, વેપારીમિત્રોને પણ આ સમય મધ્યમ રહે, સ્ત્રીવર્ગને થોડો કષ્ટસાધ્ય ગણી શકાય જયારે વિદ્યાર્થીઓને સમય સાથ આપતો જણાય. વિદેશગમન ઇચ્છતા મિત્રોને સફળતાની શરૂઆત થાય.
સિંહ (મ,ટ) : ભાગ્યના દ્વાર ખોલવા માટે આ ગ્રહણના પખવાડિયામાં સૂર્ય પૂજા તમારા માટે મહત્વની બની રહેશે, નવા કાર્યમાં થોડી ધીરજ રાખવી પડશે, વડીલોની સલાહથી આગળ વધવું હિતાવહ રહેશે, બહુ ઉતાવળે નિર્ણય ના કરવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : આર્થિક બાબતોમાં સમજીને નિર્ણય કરવા જેવો સમય છે,આ સમયમાં કેટલીક લેવડ દેવડ તમારા માટે પાઠરૂપ સાબિત થશે જે તમારા જીવનમાં મહત્વના ફેરફાર અને પરિવર્તન લાવનાર બનશે, નવા સમય માટે તૈયાર રહો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વમાં મહત્વના સુધારા નોંધી શક્શો, તમારા વ્યવહારમાં પણ પરિવર્તન જોવા મળશે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શક્શો, દામ્પત્યજીવનમાં સંભાળીને ચાલવું પડે, જાહેરજીવનમાં મધ્યમ રહે.
વૃશ્ચિક (ન,ય) : શત્રુ પર વિજય મેળવી શક્શો, કોર્ટ કચેરીમાં પ્રશ્નો હશે તો તમારી તરફેણ થઇ શકે છે, આ માટે તમારે કેટલીક કિંમત ચૂકવવી પડશે વળી બિનજરૂરી લોન ના લેવા સલાહ છે અને લાઈફસ્ટાઈલમાં મહત્વના સુધારા કરવા જરૂરી બનશે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): પ્રણયમાર્ગે આગળ વધી શક્શો, પ્રિય પાત્રથી મુલાકાત થાય પરંતુ જીવનમાં અગાઉ આવેલા સારા મિત્રો દૂર થતા જોવા મળશે જેનો અફસોસ રહેશે. તમારે જીવનમાં એક નવી ઉર્જાની જરૂર પડશે જે મિત્રોથી પ્રાપ્ત કરી શક્શો.
મકર (ખ ,જ ) : આ સમયમાં પ્રોપર્ટી કે વીલ વારસા બાબતે કોઈ ઉતાવળિયા નિર્ણય ના કરવા સલાહ છે. એકંદરે જમીન મકાન વાહન સુખ સારું મળે પરંતુ નવી વસ્તુ ખરીદી માટે યોગ્ય સમય નથી. મે માસના પ્રથમ સપ્તાહ પછી જરૂરી નિર્ણય કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : મુસાફરીના યોગ બનતા જોવા મળશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને પણ સારા સમાચાર પ્રાપ્ત થાય. ઉચ્ચ અભ્યાસ કરતા મિત્રોને સારું રહે, પોતાના વ્યવસાયમાં કૈક નવું કરવા ઇચ્છતા હો તો મે માસથી સારો સમય ગણી શક્શો.
મીન (દ ,ચ ,ઝ ,થ): આ સમયમાં તમારે તમારી યોગ્યતા પુરવાર કરવી પડશે, લોકો તમારી પાસે થી કૈક નવું ઈચ્છે છે અને ટૂંક સમયમાં એ માટે તમારે તૈયાર થવું પડશે. આ માટે યોગ્ય પ્રતિભા કેળવવાનો સમય પાકી ગયો છે, સમય સાથ આપશે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨