એક વર્ષના કાર્યકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનેક લોકઉપયોગી નિર્ણયો લીધા: સરકારથી ગુજરાતની જનતા ખુશખુશાલ

હિંદુ પંચાગ મુજબ આજે ગુજરાતની ‚પાણી સરકારનું એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષના કાર્યકાળમાં વિજયભાઈ ‚પાણીએ અનેક લોકઉપયોગી નિર્ણયો લીધા છે. જેનાથી ગુજરાતની જનતા ખુબ ખુશખુશાલ છે. ગઈકાલનું જ ઉદાહરણ લેવામાં આવે તો વિજયભાઈ રાજયના પહેલા એવા મુખ્યમંત્રી છે કે જેને ચાલુ વરસાદમાં લોકોની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા માટે રેસ્કયુ બોર્ટમાં ચકકર લગાવ્યા હોય. વિજયભાઈ રાજયમાં એક મહા લોકનાયક તરીકે ઉપસી આવ્યા છે.ગુજરાતના મુખ્યમંત્રીપદેથી આનંદીબેન પટેલે અચાનક રાજીનામું આપ્યા બાદ ગત વર્ષે શ્રાવણ સુદ પાંચમના દિવસે રાજયના મુખ્યમંત્રીપદે રાજકોટના પનોતા પુત્ર અને લોકનાયક વિજયભાઈ ‚પાણીએ શપથ લીધા હતા. જયારે તેઓ સીએમ બન્યા ત્યારે તેઓ પાસે રાત થોડી અને વેશ જાજા જેવી સ્થિતિ હતી. છતાં તેઓએ ૩૬૫ દિવસ કરેલી કામગીરી લોકોને ઉંડીને આંખે વળગી છે. યુએલસીની જમીનમાં વસવાટ કરતા લોકોને માલિકી હકક આપવો, સુચિત સોસાયટીઓ નિયમિત કરવી, રાજયની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં બાંધકામ માટે એક સમાન જીડીસીઆર સહિતના નિર્ણયો તેઓએ ખુબ જ ટુંકાગાળામાં લીધા છે. રાજકોટની વર્ષો જુની પાણીની સમસ્યા હલ કરવા માટે આજી ડેમને નર્મદાના નીરથી ઓવરફલો કરી દેવા માટે તેઓએ યુદ્ધના ધોરણે પાઈપલાઈન બિછાવવાની કામગીરી શ‚ કરાવી અને અંગત દેખરેખ રાખી દોઢ વર્ષનું કામ માત્ર ૭ માસમાં જ પૂર્ણ કરાવ્યું હતું. ‚પાણી સરકાર સાચા અર્થમાં ગુજરાતવાસીઓ માટે સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર સાબિત થઈ છે. અગાઉના મુખ્યમંત્રીઓ જે કામના નિર્ણય લેવામાં મહિનાઓથી વર્ષો વિતાવી દેતા હતા તે કામ વિજયભાઈ પોતાની આગવી કુનેહ શકિતથી ધડાધડ લઈ રહ્યા છે. તારીખ મુજબ વિજયભાઈ ‚પાણીની સરકાર ઓગસ્ટ માસમાં એક વર્ષ પૂર્ણ કરશે પરંતુ હિંદુ પંચાગની તિથી મુજબ આજે ‚પાણી સરકારના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે. આજનો દિવસ મુખ્યમંત્રી માટે આમ પણ યાદગાર બન્યો છે. કારણકે આગામી ૮મી ઓગસ્ટે યોજાનારી ગુજરાતમાં રાજયસભાની ખાલી પડેલી ૩ બેઠકોની ચુંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.