20 જુનથી વરસાદના મંડાણ બાદ 25થી 30 જૂન વચ્ચે વાવણીલાયક સારો વરસાદ પડશે : ભાદર સહિતના 40 ડેમો ઓવરફ્લો થઈ જશે : ખગોળ વિદ્યા અને ભડલી વાક્યના આધારે વરતારો
જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા સહિતના 9 બંદરો ઉપર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
કેરલમાં ચોમાસાના આગમનના પગલે ગુજરાતમાં પણ ૨૦ જૂન આસપાસ ચોમાસાના મંડાણ થશે તેવી સ્થિતિ વચ્ચે વર્ષાવિજ્ઞાન મંડળના જૂનાગઢના આગાહીકાર સભ્ય રમણિકભાઈ વામજાએ સૌરાષ્ટ્રમાં એકંદરે ૫૦ થી ૫૫ ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખગોળવિદ્યા અને ભડલીવાક્યોના આધારે તેઓએ જણાવ્યું છે કે આગામી ચોમાસુ ખેડૂતો માટે સારૂ રહેશે. ત્રણ તબક્કે વાવણી સાથે ૫૦ થી ૫૫ ઈંચ જેટલો વરસાદ થશે તેમ જણાવ્યુ છે.
તેમણે વધુમાં ડેમ ઓવરફ્લો થશે અને ભાદરવા માસમાં સારા વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા તેમજ સાપ-વીંછી કરડવાના બનાવો વધશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આગામી ચોમાસુ એકંદરે ખેડૂતો માટે સારૂ અને વેપાર માટે મધ્યમ ગણાવી શિયાળુ પાક મબલક થશે તેમ અંતમાં વર્ષાવિજ્ઞાન મંડળના સભ્યએ કહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના 6 જિલ્લા હાઈ એલર્ટ ઉપર: ભારે વરસાદની પણ આગાહી
ભાદરવામાં પણ મેઘરાજા મન મુકીને વરસશે : નોરતા સુધી વરસાદ લંબાશે
રમણિકભાઈ વામજા જણાવે છે કે આ વખતે ભાદરવામાં પણ મેઘરાજા મન મુકીને વરસવાના છે. પાછોતરો વરસાદ પણ ખુબ સારો રહેશે. ઉપરાંત હાથિયો હોવાથી નોરતા સુધી વરસાદ યથાવત રહે તેવી શકયતા છે. અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટી જેવી પણ સ્થિતિ સર્જાઈ શકે છે.
ખેતીમાં તીડનો ત્રાસ રહે તેવી શકયતા
રમણિકભાઈ વામજા જેઓ 32 વર્ષથી ખગોળ વિદ્યા અને ભડલી વાક્યોના આધારે આગાહી કરે છે. તેઓ જણાવે છે કે આ વખતે ચોમાસામાં ગરમી પણ યથાવત રહેશે. જેને કારણે તીડનો ત્રાસ રહેવાની શક્યતા છે. ઉપરાંત સાપ, વીંછી જેવા જનાવરો કરડવાની સંખ્યામાં પણ વધારો થશે.
સફેદ વસ્તુઓ ઉપર વીજળી પડવાની શક્યતા વધશે
રમણિકભાઈ વામજા જણાવે છે કે આ વર્ષે વીજળી પણ મોટા પ્રમાણમાં પડશે. તેઓ ઉમેરે છે કે આ વર્ષે ચોમાસામાં સફેદ વસ્તુઓ ઉપર વીજળી પડવાનું પ્રમાણ વધશે. જેને પગલે ઘેટા કે સફેદ પશુઓ ઉપર જોખમ રહેશે..