એન્જીનનો પ્રકાર, ગ્રાઉન્ડ કલીયરન્સ તેમજ વાહનના કદ પ્રમાણે સરકારની નવી પોલીસીમાં વેરો લાદવાની ભલામણ
કેન્દ્ર સરકારની આગામી ઓટો પોલીસી પ્રદૂષણના પ્રમાણ આધારીત રહેશે. વાહન કેટલા પ્રમાણમાં ઝેર બહાર કાઢે છે તે મુજબ સરકાર ટેક લાદશે. હાલ કેન્દ્ર સરકારે ગ્રીન મોબાઈલીટી રોડ મેપ તૈયાર કર્યો છે. જેના અનુસંધાને આગામી ત્રણ મહિનામાં વાહનોના પ્રદૂષણ આધારિત ટેકસ ઉઘરાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર છેલ્લા છ મહિનાથી નવી ઓટો પોલીસી અંગે વિચારાધીન છે. ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને રેગ્યુલાઈઝેશન કરવા માટે સરકાર આગામી ટૂંક સમયમાં ઓટો પોલીસીનો નિર્ણય લેશે. ફાસ્ટર એડોપ્સન એન્ડ મેન્યુફેકચરીંગ ઓફ ઈલેકટ્રીક એન્ડ હાઈબ્રીડ વ્હીકલ યોજના હેઠળ પર્યાવરણની રક્ષા માટે ઈકો ફ્રેન્ડલી ઓટો મોબાઈલ ટેકનોલોજીને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
સરકાર પ્રદુષણનું પ્રમાણ નીચુ લાવવા ઘણા સમયથી પ્રયત્નશીલ છે. જે અંતર્ગત સરકારે ઈલેકટ્રોનીકસ વાહનો અને બાયોડિઝલના ઉપયોગને પ્રોત્સાહન આપવા કવાયત હાથ ધરી છે. તાજેતરમાં કેબીનેટમાં મુકાયેલા ડ્રાફટમાં અનેક પ્રકારના પ્રાવધાન જેના હેઠળ વાહનની લંબાઈ એન્જીનનું ડિસ્પેચમેન્ટ, એન્જીનનો પ્રકાર તેમજ ગ્રાઉન્ડ કલીયરન્સના આધારે જીએસટી સ્ટ્રકચરની અમલવારી થશે. જે વાહનો અત્યાર સુધી વધુ પ્રમાણમાં કાર્બનડાયોકસાઈડ ઓકતા હતા તેવા વાહનો ઉપર વધુ કર લાગશે.
સરકાર ગ્રીન મોબાઈલીટી મામલે દીર્ધદ્રષ્ટિ રાખી પગલા લઈ રહી છે. જે પ્રમાણે હવેથી ગેસ, ઈલેકટ્રોનીકસ અને બોયો ડિઝલી સંચાલીત વાહનોની સંખ્યા વધારવા માટે ઓટો મોબાઈલ કંપનીઓને સરકાર પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત જૂના પેટ્રોલ-ડિઝલના વાહનોના સને નવા ઈલેકટ્રોનીક વાહનો ખરીદવા ઈચ્છતા લોકો માટે પણ સરકાર ફાયદાકારક યોજના ઘડશે.