બજારમાં 10 રૂપિયાના નકલી સિક્કા છે. આ કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેના કારણે ઝગડો સુધી થઇ જાય છે. એવામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નવી વ્યવસ્થા કરી છે. જે હેઠળ હવે લોકો સિક્કાના સાચા-ખોટાની ઓળખ માટે આરબીઆઇના ટોલ ફ્રી નંબર 14440 પર કોલ કરી શકે છે. તેના પર કોલ કરતા જ ફોન કટ થઇ જશે અને ફરી તે નંબરથી એક ફોન આવશે, જેમાં I.V.R (ઇન્ટ્રેક્ટિવ વોઇસ રિસ્પોન્સ) દ્વારા 10ના સિક્કાની આખી જાણકારી આપવામાં આવશે.

રિઝર્વ બેંક મુજબ દેશમાં 10 રૂપિયાની કિંમતના 14 પ્રકારના સિક્કા છે. તેનો સ્વીકાર કરવો ફરજીયાત છે. કોઇપણ તેને લેવાથી ઇન્કાર કરી શકે નહીં. કોઇપણ પ્રકારની શંકા થવા પર ટોલ ફ્રી નંબર પર શંકાનું સમાધાન કરી શકો છો. 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કેન્દ્રીય બેંકે કહ્યું કે સરકારી ટંકશાળમાં બનાવેલા સિક્કાનું તે સર્કુલેશન કરે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.