શંકાસ્પદ કામગીરી સહિતના આક્ષેપની તપાસના અંતે કાયદા વિભાગે કરી કડક કાર્યવાહી
ભાવનગર, મોરબી, ભૂજ અને આણંદના ન્યાયાધિશને નિવૃત્તિના સમય પહેલાં ફરજ પરથી હટાવાયા
અબતક,રાજકોટ
ન્યાય મંદિરમાં ન્યાય કરવાની કામગીરી શંકાસ્પદ હોવા અંગેની હાઇકોર્ટની તપાસ ટીમના ધ્યાને આવતા રાજયની વડી અદાલતના અભિપ્રાયના આધારે કાયદા વિભાગે ભાવનગર, મોરબી, ભૂજ અને આણંદના અધિક સેશન્સ જજને નિવૃતના સમય પૂર્વે નિવૃત કરવામાં આવતા રાજયભરની અદાલતોમાં ચર્ચા સાથે ચકચાર જાગી છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર, મોરબી, ભૂજ અને આણંદના અધિક સેશન્સ જજની કેટલીક કામગીરી શંકાસ્પદ જણાતા હાઇકોર્ટ દ્વારા ચારેય સામે ઇન્કવારી શરૂ કરવામાં આવી હતી.
ઇન્કવાયરીના અંતે હાઇકોર્ટના અભિપ્રાયથી ભાવનગરના એડીશનલ ડીસ્ટ્રીક જજ રાજેશકુમાર મોદી, ભૂજ ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ જજ અવિનાશ ગુપ્તા, મોરબીના અધિક સેસન્શ જજ શ્રીમતિ ચંદ્રીકાબેન જોષી અને આણંદના છઠ્ઠા એડિશનલ સેસન્શ જજ અમૃતલાલ ધામાણીને નિવૃતી પર્વે જ રાજય સરકારના કાયદા વિભાગ દ્વારા ફરજિયાત સેવા નિવૃત કરવામાં આવ્યા છે.