આવનારા ૨૦ થી ૩૦ વર્ષથી ક્રાંતિકારી ટેકનોલોજીમાં ઈલેકટ્રીકલ એન્ઝીનીયરીંગનું યોગદાન મોટું રહેવાનો શિક્ષણવિદોનો અભિપ્રાય
ભારત સરકારની નવી શિક્ષા નીતિમાં સ્કીલ્સ,ઉદ્યોગ સાહસિકો બનવાના ક્ષેત્ર અને રોજગારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આવનારો સમય ઇલેક્ટ્રિકલ એજીનિયરીંગ અને ઇલેક્ટ્રિકલ એજીનિયરોનો છે. એજીનિયરીંગના દરેક ક્ષેત્રમાં અને ભવિષ્યની ટેક્નોલોજીને ધ્યાનમાં લેતાં ઇલેક્ટ્રિકલ એજીનિયરીંગનું ક્ષેત્ર ખૂબ મહત્વનું બની રહેશે. નવી શિક્ષા નીતિના વ્યાપને જોતાં આવનારા ૨૦ થી ૩૦ વર્ષની ક્રાંતિકારી ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રિકલ એજીનિયરીંગનું યોગદાન મોટું રહેવાનું છે. વિવિધ ઇન્ડસ્ટ્રીઝ અને એકેડેમિક્સના તજજ્ઞોના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ માટેના અભિપ્રાયોમાં પંકજભાઈ શીંગાળા- વોલટાઈમ ડાયરેકટર અલ્ટોકેબ ઈન્ડીયા લી. જણાવે છે કે, ઇલેક્ટ્રિસિટી વગર આજની દુનિયાની કલ્પના કરવી શક્ય નથી. ભારત અને વિશ્વભરમાં ઇલેક્ટ્રિકલ પાવરની ડિમાન્ડ રોજેરોજ વધી રહી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આવનારા દિવસોમાં પણ ખૂબ જ મોટી ડિમાન્ડ ધરાવશે એન્જિનિયરિંગની એવરગ્રીન એવી બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભવિષ્યમાં ખૂબ મોટી તકો ઉત્પન્ન થશે.
જસ્મિનભાઈ ગાંધી- ભુતપૂર્વ ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર તથા હાલ ચીફ ઇન્જિનીયર પ્રોજેક્ટ પીજીવીસીએલ જણાવે છે કે, છેલ્લા દસકાઓમાં ઇલેક્ટ્રિકલ પાવર ક્ષેત્રે હરણફાળ ભરી છે. ભારતભરમાં ઇલેક્ટ્રિકસિટીના માથાદીઠ વપરાશમાં ગુજરાત ભલે પ્રથમ હોય, પરંતુ, વિકસિત દેશોની તુલનાએ આપણે હજુ ઘણા પાછળ છીએ. અને તેથી જ આ ક્ષેત્રમાં પુષ્કળ તકો રહેલી છે. ડો. એ. એસ. પંડ્યા, પ્રિન્સીપાલ એવીપીટીઆઈ કોલેજ રાજકોટના કહેવા પ્રમાણે વિદ્યુત ઈજનેરી શાખા એ ઈજનેરી ક્ષેત્રે મૂળભૂત શાખાઓમાંની એક છે. હાલ પાવર ગ્રીડનું નવીનીકરણ થઈ રહ્યું છે જેમાં વિદ્યુત ઈજનેરીનાં સ્નાતકોને ઉત્તમ તકો છે. પાવર કોર્પોરેશન, ક્નસલ્ટન્સી, એનર્જી ઓડીટર તરીકે કે ચાર્ટર્ડ એજીનીયર તરીકે પણ કારકિર્દી વિકાસની ઉત્તમ તકો છે. ઉદય, એફએએમ (ફાસ્ટ એડોપ્શન એન્ડ મેન્યુફેકચીંગ ઓફ હાઈ બ્રીડ ઈલેકટ્રીક વહીકલ્સ) કુસુમ, સ્કાય, સોલારોપ, જ્યોતીગ્રામ જેવી અનેક યોજનાઓ થકી વિદ્યુત ઇજનેરીના સ્નાતકોને વિપુલ તકો ઉપલબ્ધ હોઇ, ઉજ્વળ અને સન્માનનીય કારકિર્દી ઘડતર માટે ઇલેક્ટ્રીકલ ઇજનેરી એ શ્રેષ્ઠ વિકલ્પ પૂરવાર થયેલ છે. ડી. આર. શાહ-વાઇસચેરમેન, સોસાયટી ફોર પાવર એન્જિનીયર્સ અને ભૂતપૂર્વ ચીફ ઇલેક્ટ્રિકલ ઈન્સ્પેકટર તેમજ પીજીવીસીએલના ભુતપૂર્વ ચીફ એન્જિનીયરન જણાવે છે કે, લાઈટ બલ્બ, ટેલિવિઝન અને સેલફોન કે પછી જી.પી.એસ. આવી તો અનેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આધારિત મોર્ડન તકનીકો વિશ્વને જોડે છે.
આવનારા તકનીકી ભવિષ્યના સૌથી મોટા યોદ્ધાઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર સાબિત થવાના છે. કોઈપણ સિસ્ટમ સરળ હોય કે, કોમ્પલેક્ષ – ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સિદ્ધાંતો તો જોઈએ જ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એવરગ્રીન હોવાના લીધે ડિમાન્ડમાં છે અને હંમેશા રહેશે. ટૂંકમાં કહેવું હોય તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરોની બાદબાકી એટલે માણસનું પથ્રયુગમાં પરત પ્રયાણ. ડો. જયેશદેશકર-પ્રિન્સિપાલ વી.વી.પી. એન્જનિયરીંગ કોલેજ, રાજકોટના મતે આવનારા વર્ષોમાં એક નવી જ ઔધોગિક ક્રાંતિ નક્કી હે જેમાં ઉદ્યોગોમાં ઉપયોગી એવા તમામ મશીનમાં ઓટોમેશન ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. પી.એલ.સી. કે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ નો જ એક ભાગ છે તેના ઉપર ઈન્ડસ્ટ્રીઑ ખૂબ વધુ ફોકસ કરશે અને તેથી પણ ઇલેક્ટિકલ એન્જિનિયરીંગ અને ઇલેક્ટ્રિકલ એંજિનિયરો નવી ઊંચાઈ આંબશે તેમાં બે મત નથી.