- હવમાન વિભાગની આગાહી મુજબ રાજયના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત
- શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ બપોર બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત
- આગામી 17 થી 22 જુનમાં પવન તેજ ગતીએ ફુકાશે
રાજકોટ ન્યૂઝ : ઉનાળાની કાળઝાળ ગરમી બાદ આજે રાજયમાં અનેક શહેરોમાં ધીમી ધારે મેઘ રાજા મહેરબાન થયા છે . વરસાદ અને ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી . અંબાલાલ પટેલના કહેવા અનુસાર ગુજરાતમાં વરસાદની ગતિવિધી મંદ પડી છે. આગામી 17 થી 22 જુનમાં પવન તેજ ગતીએ ફુકાશે. સૌરાષ્ટ્રનાં દક્ષીણ ભાગ, બાબરા , બોટાદ , બરવાડા, ખેડા, ગોધરામાં પવન ફુકાશે. ત્યારે વાત જો રાજકોટની કરવામાં આવે તો આજે સવારથી શહેરનું વાતાવરણ વાદળ છાયું જોવા મળ્યું હતું . વાદળછાયા વાતાવરણ બાદ બપોર બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી . વરસાદ આવતા રાજકોટ વાસીઓને બફારા માંથી આંશિક રાહત મળશે.
નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ની આગાહી છે. જેમાં દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, વલસાડ અને તાપી, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ, ગીર સોમનાથમાં 15મી જૂને વરસાદની સંભાવના છે. તેમજ નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં 16મી જૂને વરસાદની સંભાવના છે. 17 જૂને વલસાડ, ગીર સોમનાથ, દમણમાં વરસાદ ની સંભાવના છે. તેમજ વલસાડ, ગીર સોમનાથ, દમણમાં 18મી જૂને વરસાદ ની સંભાવના છે.