ચોમાસાના પગરવ મંડાઇ રહ્યા છે ત્યારે હવામાન ખાતુ તેમ જ અનેક આગાહીકારો દ્વારા દેશી પઘ્ધતિથી આગાહી થઇ રહી છે તો ચાલો આજે આપણે જાણીએ કે દેશી પઘ્ધતિથી થતી આગાહી ખરેખર કેટલા ટકા સાચી ગણાય અને હવામાન ખાતા દ્વારા કરાતી આગાહી દર વર્ષે કેટલી સાચી પડે છે? એક તારણ મુજબ દેશી પઘ્ધતિથી કરાતી આગાહી વધુ સચોટ સાબિત થઇ રહી છે. પરંતુ આ દેશી પઘ્ધતિ મર્યાદિત વિસ્તાર સુધી લાગુ પડે છે.

પ્રશ્ન:- વરસાદની આગાહીની કઇ કઇ પઘ્ધતિઓ હોય છે?

જવાબ:- વરસાદની આગાહી માટે દશેક જાતની પઘ્ધતિઓ છે, કોઇ ભડલી વાકયને આધારે આગાહી કરે તો કોઇ જયોતિષ શાસ્ત્ર ઉપર કરે, કોઇ ખગોળશાસ્ત્ર ઉપર કરે તો કોઇ લોકવાયકાના આધારે આગાહી કરે છે. કોઇ પશુ-પક્ષીની ચેષ્ટાઓ, સેટેલાઇટના ચિત્રોને આધારે, અને આપણા વડવાઓ આકાશમાં પક્ષ જોઇને આગાહી કરતા હોય છે.

પ્રશ્ન:- વૈજ્ઞાનિક અને દેશી પઘ્ધતિથી થતી આગાહીમાંથી સાચી કઇ ગણી શકાય ?

જવાબ:- હવામાન ખાતા દ્વારા અને જયોતિષ શાસ્ત્ર દ્વારા કરાતી આગામીમાંથી છેલ્લા પચ્ચીસેક વર્ષમાં હવામાન ખાતુ આઠેક  વખત સાચુ પડયું છે. તો જયોતિષ શાસ્ત્ર દ્વારા થતી આગાહી 1પ થી 17 વખત સાચી પડી છે. એટલે કે સફળતાની ટકાવારીમાંથી દેશી પઘ્ધતિને સાચી ગણી શકાય.

પ્રશ્ન:- હવામાન ખાતા દ્વારા કરાતી આગાહી અંદાજે 30 થી 3પ ટકા સાચી છે તો એવું કેમ? કારણ કે તેની પાસે તો નિષ્ણાતો, અતિઆધુનિક ટેકનોલોજી પણ છે.

જવાબ:- હવામાન ખાતુ અબજો રૂપિયા વાપરે છે. કુશળ હવામાન શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે પછાત છીએ, દરિયાના પાણીમાં તાપમાનમાં તફાવત થાય તેના આધારે  આગાહી કરાતી જે સાચી છે. ટુંકાગાળાની આગાહી માટે હવામાન ખાતુ સાચુ ગણાય જયારે લાંબાગાળાની આગાહી માટે દેશી પઘ્ધતિ વધુ સચોટ છે. હવામાન શાસ્ત્રીઓની સંખ્યા વધારવામાં આવે તો તેની આગાહી પણ સાચી પડી શકે છે.

પ્રશ્ન:- ભારતમાં રડારની સંખ્યા ઓછી છે? ત્યારે ઉદાહરણ તરીકે ઇગ્લેન્ડની વાત કરવામાં આવે તો તેની આગાહી ઘણી સાચી પડે છે તો એવું કેમ?

જવાબ:- અમેરિકા, ઇંગ્લેનડ પાસે રડારની સંખ્યા પુરતી છે એટલે જયારે હવામાન ખાતુ આગાહી કરે ત્યારે તે મોટે ભાગે સાચી પડતી હોય છે. બીજી બાજુ આપણે ત્યાં હવામાન ખાતાને આગાહીને લોકો ઘણીવાર સાચી ગણતા પણ નથી.

પ્રશ્ન:- તમે કેટલા વર્ષોથી આગાહી કરી છે અને કયા પેરામીટર ઘ્યાનમાં લ્યો છો?

જવાબ:- વરસાદના યોગો આવે છે તે યોગને આધારે આગાહી કરવામાં આવે છે અને અગાઉનના વર્ષોથી ઘ્યાનમાં લઇ હું આગાહી કરું છું.

પ્રશ્ન:- સૂર્ય કરતા મંગળ આગળ હોય ત્યારે શું થાય છે?

જવાબ:- વરસદા ખેંચાય છે.

પ્રશ્ન:- અન્ય તરકીબમાં શેનો આધાર લ્યો છો?

જવાબ:- આગાહીની લોકવાયકા ઘ્યાને લઉ છું જેમ કે ગાય ઓટલા ઉપર ચડીને ભાંભરે કીડી ઉભરાય એટલે વરસાદ આવે, કોઇ ગરમાળાના ફુલ આવે એટલે વરસાદ આવે આમ, આપણા આ વડવાઓના અમુનમા 101 ટકા સાચા છે. ગામો ગામના આગાહીકારો પોતાના ગામ માટેની જ આગાહી કરતા આ પ્રકારના અનુમાન 12.87 કી.મી. પુરતો જ યોગ્ય ગણી શકાય.

પ્રશ્ન:- ભડલી વાકયો શું છે? કેટલા વર્ષ જુના છે?

જવાબ:- આજથી 800 થી  850 વર્ષ પૂર્વેના ભડલી વાકયો છે ભડલી મારવાડીની દિકરી હતી તેઓ કચ્છમાંથી છેલ્લે પાટણ આવ્યા જયારે સિઘ્ધરાજ જયસિંહનું રાજય હતું. ભડલીને તે સમયના વિદ્વાનોએ અમુક સુચનો કર્યા હતા, જ્ઞાન આપ્યું હતું તેને આધારે ભડલીએ સરળરૂપે તેને રજૂ કર્યુ જે ભડલી  વાકય છે દરેક ભડલી વાકયના સંસ્કૃત શ્ર્લોક છે.

પ્રશ્ન:- કોઇ એક ભડલી વાકય સમજાવો?

જવાબ:- શ્રાવણ શુકલા સપ્તમી જો હોય સ્વાતીનો યોગ તો મન નીરને મોર ઘણાને હડપાયા સંજોગ એનો અર્થ એ થાય કે શ્રાવણ મહિનાની સાતમે સ્વાતીને યોગ હોય તો ખુબ સારો વરસાદ થાય.

પ્રશ્ન:- ભડલી વાકયો મહદ અંશે સાચા પડે છે કે ખોટા?

જવાબ:- ભડલી વાકય તદ્દન સાચા જ પડે છે પરંતુ જે તે વિસ્તાર એટલે કે 10-15 કિ.મી.ના વિસ્તારમાં જ સાચા પડે છે એટલે કે ભડલી વાકયને આધારે સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતની આગાહી ન કરી શકાય. એટલે કે ઓટલા ઉપર ચડી ગાય ભાંભરે, કીડી ઉભરાય વગેરે જોવા મળે ત્યારં પર્યાવરણ સાથે કોઇ સંબંધ હોતો નથી.

પ્રશ્ન:- વૈજ્ઞાનિક ઢબે અને દેશી પઘ્ધતિથી થતી આગાહી ભેગી કરવામાં આવે તો કેટલી સાચી ઠરે?

જવાબ:- જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ કામ વર્ષોથી સંભાળ્યું છે. અહીં બંનેનો સમન્વય કરી માહીતી આપવામાં આવે છે અને દર વર્ષે  આ અંગેનો સેમીનાર પણ જુનાગઢ ખાતે યોજાય છે. એટલે કે વૈજ્ઞાનિકો પણ દેશી પઘ્ધતિને માને છે.

પ્રશ્ન:- ગામો ગામ ભડલી વાકય માટે કોઇ આગાહીકારને નિમવાની રજુઆત કયારેય કરેલી?

જવાબ:- જે તે વખતે કૃષિ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આ અંગેની રજુઆત કરેલી પરંતુ આ પ્રકારની વ્યવસ્થા કરવી અસંભવ છે.

પ્રશ્ન:- વર્ષો પહેલાની પઘ્ધતિમાં ત્યારે વાતાવરણ અલગ હતું. આજે અલગ છે તો આ સ્થિતિમાં વર્ષો પહેલાના વાકયો સાચા પડે છે?

જવાબ:- અત્યારે ભલે વાતાવરણ બગડી ગયુ હોય પણ આગાહીના જે દેશી લક્ષણો છે.

પ્રશ્ન:- આ વર્ષે 10 થી 1ર આની વરસાદ પડવાની કૃષિ યુનિવર્સિટીએ માહીતી આપી છે તો તેના માટે તેણે કયા થેરામીટર ઘ્યાને લીધા હશે?

જવાબ:- ગામ વાર અને જિલ્લા વાર આગાહી થાય તો જ સાચુ પડે હોળીનો પવન જોઇને પણ આગાહી થાય છે. દેશી કે વૈજ્ઞાનિક પઘ્ધતિએ કરેલી આગાહીને જો જનરલાઇઝ કરવામાં આવે તો તે ખોટી ઠરે છે પરંતુ અમુક વિસ્તાર પુરતી કરવામાં આવે તો જ સાચી પડે.

પ્રશ્ન:- તમારી આગાહી કેટલી સાચી પડે છે?

જવાબ:- મારી આગાહી 58 ટકા થી 64 ટકા સાચી પડી છે. જે તે વખતે સાચા આગાહીકારોમાં મારો ક્રમ એક થી ત્રણમાં રહેલો

પ્રશ્ન:- શિક્ષિત લોકો આપે દેશી પઘ્ધતિ માનતા નથી તે તેઓને તમે શું કહેશો?

જવાબ:- રાજકોટની વાત કરીએ તો ઇગ્લેન્ડમાં જે વેદશાળા છે તેવી જ રાજકોટમાં બનાવીએ તો આપણે પણ સો ટકા સાચી પડીએ પરંતુ આની શકયતાં અસંભવ છે.

પ્રશ્ન:- આ વિષયે આપણે પુસ્તકો લખ્યા છે? તો તેની વિગતો આપો

જવાબ:- મેં જયોતિષ વિજ્ઞાન  દર્શન, વેદ પુરણાદિ, પ્રાચીન સાહિત્ય, ભડલી વાકયો અને ઋષિ મુનિઓના સૂત્રો વગેરે લખ્યાં છે.

પ્રશ્ન:- જે લોકો આને અંધશ્રઘ્ધા માને તેને માટે એક સંદેશો આપો?

જવાબ:- કોઇપણ રોગ મરાડે તે દવા જે પછી કોઇપણ હોય, એટલે કે જે વાત સાચી પડે તેને આવકાર આપવો જોઇએ. જે પછી વરસાદની આગાહી દેશી હોય કે વૈજ્ઞાનિક પણ અપનાવવી પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.