પંચાગ પ્રમાણે આ વર્ષે દિપાવલી મહાપર્વમાં અગીયારસ અને વાઘ બારસ ભેગા છે. તથા ધનતેરશના દિવસે કાળી ચૈદશ મનાવાશે.
તા.1.11.21ને સોમવારથી દિપાવલી મહાપર્વની શરૂઆત થશે. આ વર્ષે ચૌદશ તિથિનો ક્ષય હોવાના કારણે સોમવારે તા.1.11.21ના દિવસે રમા એકાદશી અને વાઘ બારશ મનાવાશે. તથા મંગળવાર તા.2.11.21ના દિવસે સવારે 11.31 સુધી બારશ તિથિ છે. ત્યારબાદ તેરશ તિથિ છે. ધન તેરશનું મહત્વ સાંજના પ્રદોશ કાળે હોતા મંગળવારે બારશના દિવસે ધન તેરશ મનાવાશે.
તથા બુધવારે તા.3.11.21ના દિવસે સવારે 9.2 કલાક સુધી તેરશતિથિ છે. ત્યારબાદ ચૌદશ તિથિ છે. અને ચૌદશનો ક્ષય હોતા બુધવારે તેરશ તિથિના દિવસે કાળી ચૌદશ ઉજવાશે. જયારે દિવાળી ગૂરૂવારે તા.4.11.21ના અમાસના જ દિવસે આવશે. આમ આ વર્ષે ચૌદશ તિથિનો ક્ષય હોતા તથા તહેવારોનું સમય પ્રમાણે મહત્વ હોતા પંચાગ પ્રમાણે ધર્મ ગ્રંથોના નિયમ પ્રમાણે દિપાવલીનું મહાપર્વ ઉજવાશે તેમ શાસ્ત્રી રાજદીપ જોષી વેદાંત રત્નની યાદીમાં જણાવાયું છે.