• ગ્રામ્ય,પશ્ચિમ અને દક્ષિણ બેઠકમાં કમળનું જોર વધુ : ભાજપની 136 બેઠકનો ભાવ એક રૂપિયો, 110 બેઠકનો 20 પૈસા
  • ભાજપને 125થી 139, કોંગ્રેસને 40થી 50 અને આપને 6થી 7 જેટલી બેઠકો મળવાનો અંદાજ

સટ્ટાબજારના મતે ભાજપ માટે પૂર્વ બેઠકમાં જોખમ છે. જ્યારે ગ્રામ્ય, પશ્ચિમ અને દક્ષિણ બેઠકમાં કમળનું જોર વધુ છે. ભાજપની 136 બેઠકનો ભાવ એક રૂપિયો, 110 બેઠકનો 20 પૈસાનો બોલાઈ રહ્યો છે.

બુકી બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર બીજેપીને 125થી 139, કોંગ્રેસને 40થી 50 અને આમ આદમી પાર્ટીને ફક્ત 6થી 7 સીટો મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સીટોના હિસાબે અમે બીજેપી સરકારને લગભગ 40 પૈસા, કોંગ્રેસને 4.50 રૂપિયા અને આપને 25 રૂપિયા આપી રહ્યાં છીએ. જ્યારે ભાજપની 136 બેઠકનો એક રૂપિયો અને 110 બેઠકના 20 પૈસા આપવામાં આવી રહ્યા છે.   સટ્ટાબાજો અનુસાર, કોંગ્રેસને મહત્તમ 50 સીટો અને આપને આશરે 6 સીટો મળવાની સંભાવના છે. તેમણે કહ્યું, અહીં વાસ્તવિકતા ઘણી અલગ છે. કોઇ ખેડૂત, સીએએ અથવા એનઆરસીના મુદ્દા નથી જે બીજેપીને પ્રભાવિત કરી શકે છે. આ ત્રણેય મુદ્દાઓએ પંજાબમાં આપની સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. બીજેપી શરૂઆતથી જ આગળ રહી છે

સટ્ટાબાજોએ કહ્યું, ગુજરાતમાં તેઓ તે વાત પર પણ દાવ લગાવી રહ્યાં છે કે સરકાર કોની રચાશે. સટ્ટાબાજે કહ્યું, બીજેપી રાજ્યમાં અન્ય પાર્ટીઓથી આગળ છે. બીજેપી સરકાર બનાવવાની કિંમત 40 પૈસા છે. કોંગ્રેસની કિંમત 1.60 રૂપિયા અને આપ સરકાર માટે 10 રૂપિયા છે. કારણ કે તેઓ માને છે કે બીજેપીના સત્તામાં રહેવાની સૌથી વધુ સંભાવના છે. તેથી તેમણે પાર્ટીની કિંમત ઘણી ઓછી રાખી છે, જેથી તેમને વધુ પૈસા ન ચૂકવવા પડે.

બીજી તરફ બુકી બજાર ભવિષ્યવાણી કરે છે કે પૂર્વ બેઠક ભાજપ માટે જોખમી બની શકે છે. જેથી તેનો ભાવ 55 પૈસા છે. જ્યારે ગ્રામ્ય, પશ્ચિમ અને દક્ષિણ બેઠકમાં ભાજપ સેઈફ ઝોનમાં હોવાથી તમામનો ભાવ 17 પૈસા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.