વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાના પાવન અવસરે દ્વારકાધીશ રાજાધીરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાનથી નવાજવામાં આવેલ.

વર્તમાન યુગમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા લોકો પંખો, એર ક્ધડીશન્ડ તથા અન્ય ઈલેકટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે જયારે જગતમંદિરમાં કાળીયા ઠાકોરને ગરમીથી બચવા માટે પુજારી પરીવાર દ્વારા શિતળતાનો અહેસાસ કરાવતા ચંદન વાઘાનો શૃંગાર કરીને પુષ્પ શૃંગારની શ‚આત કરવામાં આવે છે.

પૃષ્પશૃંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર વર્ષ મુજબ વૈશાખ સુદ-૩ થી અષાઢ સુદ-૧ સુધી સતત બે માસ સુધી ચાલશે. જગતમંદિરમાં ચંદન વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષય તૃતીયાના દિને જ થાય છે. સવારે ૧૧:૩૦ કલાકે શ્રીજીની ઉત્સવ આરતી યોજવામાં આવી હતી. જગતમંદિરના નેતાજી પુજારીની યાદી મુજબ ગરમીની ઋતુથી બચવા અને શીતળતા પ્રદાન કરવા શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનુ અથાણુ કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળુ, શીખંડ, ખારી મગની દાળ, ચણાની મીઠી દાળ, આ પ્રકારના ઠંડા ભોગ અર્પણ કરવામાં આવે છે.

આ દિવસે હિન્દુ સમાજના લોકો માટે અતિ શુભ હોય વાસ્તુપુજા, લગ્નવિધિ, ગૃહપ્રવેશ વગેરે શુભ કાર્યો કરવા માટે ઉતમ દિન ગણાય છે. સમગ્ર દિવસ દરમ્યાન કોઈપણ શુભકાર્ય થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.