જીવનને રંગીન કે રંગહીન બનાવવું આપણાં હાથમાં છે: પ્રકૃતિ સોળે કલાએ ખીલે ત્યારે ધરતી હરિયાળી ચાદર ઓઢે અને મેઘ ધનુષી રંગો આકાશમાં રેલાય ત્યારે માનવીના મન મોહી ઉઠે છે: આજના યુગમાં કલર ફૂલ મેચીંગ સાથે રંગીન જીવન બધા જીવવા માંગે છે જીવનમાં નવરંગ લાવવા મનને પ્રફુલ્લિત રાખવું જરૂરી છે: કુદરતે આપણને તેનું અફાટ સૌદર્ય આપ્યું છે, ત્યારે આપણે તેના ખોળે રમવા જાય ત્યારે મનને આનંદ અને શાંતિ મળે છે

03 2

‘યે જીવન હૈ, ઇસ જીવન કા રાહી… હીકે રંગ રૂપ’ આ ફિલ્મી ગીત ઘણા ગીતો જીવનનાં રંગની વાત કરે છે. માનવ જીવની યાત્રામાં સુખ – દુ:ખમાં રંગોનું મહત્વ છે. દ્રષ્ટિની જન્મ જાત ખામીવાળાને તો જીવનભર આ રંગોની માત્ર વાતો જ સંભળાય છે ત્યારે આપણને આપેલી બે આંખો વડે દુનિયાન જોઇ શકીએ છીએ. ‘રંગ ઔર નુર કી બારાત કિસેપેશકરૂ’ આ ગીતના શબ્દોનો અર્થ આપણે એમ પણ કરી શકીએ કુદરતે અફાટ સૌદર્ય આપણને આપ્યું છે, કયારેય આપણે તેના ખોળે રમવા ગયા અને જયારે ગયા ત્યારે તો મન પ્રફુલ્લિત થયું હતું. અવસરને માણવો, કે કુદરતને માણવું તે પણ એક જીવન છે. જીવનમાં રંગોના મહત્વ સાથે તેના રંગોત્સવને પણ માણીને આપણા જીવનને બાગબાન બનાવીએ.

07 1
વર્ષો પહેલા ભણતા ત્યારે ‘જાનીવાલી પીનારા’ રંગનું સુત્ર યાદ કરાવતા. પ્રકૃતિએ મને મુકીને આપણને રંગીન દુનિયા આપી છે, હવે આપણે તેને રંગીન કરવી કે રંગહીનએ આપણા હાથની વાત છે. વસંતના વધામણા, ખેતરમાં લહેરાતા પાક કે ધુળેટીના નવરંગ સીધા આપણી સંસ્કૃતિ સાથે અને જીવન સાથે જોડાયેલા છે. પાણીથી ભિંજાવું કે રંગોથીએ નકકી આપણે કરવાનું છે કેટલાક તો જીવનભર કોરા જ રહે છે. પ્રેમ – હુંફ અને લાગણી સાથેના તન, મન, હાસ્ય વેરતા કલર ફૂલ જીવન થકી જ માનવી તન, મનથી તંદુરસ્ત રહી શકે છે. લાલરંગ પ્રેમનું પ્રતિક છે તેથી ચાંલ્લો, સિંદુર, પાનેતર, પ્રેમ નો રંગ અને મેઘધનુષમાં પણ લાલ રંગ પહેલા ક્રમે છે. સ્ત્રીઓએ તો લાલ રંગ પ્રેમને હકારાત્મક રીતે પુરવાનો છે, જેમાં પ્રેમ સમર્પણ અને સાહસની પ્રેરણા આપે છે.

06 1
જીવન સપ્તરંગી છે તો મેધ ઘનુષી રંગો પણ સાત છે, ને સાત ભવપણ !! સૂર્યનો પીળો રંગને આકાશ વાદળી સાથે સફેદ કલર શાંત્નિો ગણાય છે. સ્ત્રી સંબંધે ‘5ીન્ક’ કલર આજના યુગની ડિમાન્ડ બની ગયો છે. ઇન્દ્ર ધનુષનો વચલો રંગ લીલો છે જે સૃષ્ટિનો અને તેના સર્જક સમી સ્ત્રીનું પ્રતિક સાથે તેની લાગણીનો પણ ગણાય છે. હમણાં જ આવનારી ધુળેટીના રંગો માત્ર ઉત્સવ પુરતા નથી તે પ્રજાના સંદેશા સાથે જીવનમાં રંગ ભરીને તેને મેધ ધનુષી બનાવે છે.

01 4
આ સૃષ્ટિ પશુ-પંખીઓ, જંગલો કે પ્રાણીઓની રંગ બેરંગી દુનિયા છે. ટચુકડા નવરંગી પક્ષીઓ કુદરતના અફાટ સૌદર્યનો સંદેશો લાવે છે. એક વાર નવરંગી આફ્રિકન પોપટ ‘મકાઉ’ને જોઇ લેશો તો જીવનના બધા રંગો સાથે કુદરતની લીલા સમજાય જશે. નાના બાળકોને કલર ફૂલ રમકડા બહુ જ ગમે છે, એની પાછળ પણ કયાંક ને કયાંક કુદરતી સંકેત છે. ઝગમગતી નવરંગી લાઇટનો નઝારો સીધા આપણા તન મને અસર કરે છે. આપણાં શુભ પ્રસંગોમાં જગમગાર સાથે કલર ફૂલ વસ્ત્રો જ તેની ગરીમા વધારે છે.

માનવજીવનમાં રંગોનું મહત્વ ઘણું છે એ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલ છે. રંગોએ પ્રકૃતિની અનોખી ભેટ છે. પ્રાચિન કાળથી માનવ જીવનમાં રંગો વેણાયેલા છે. આપણાં રૂટીન જીવનમાં પણ તમે જોયું હશે કે અમુક આ ને અમુક આ કલર વધુ ગમે છે. આજના બદલાતા યુગમાં વિવિધ કલરોની ટીશર્ટનો જમાનો છે. રંગ પસંદગી જ આપણા સુખ – શાંતિ – સમૃઘ્ધી અને વૈભવને વધારે છે. આજનો દરેક માનવી પોતાના વિચારોથી તેને આસપાસ એક કલર મય હકારાત્મકનું વલણ જોવે છે કે તેને ભાષ થાય છે. ગ્રીસ અને ઇજીપ્તમાં તો તેની પરંપરાઓમાં કલરને જોડવામાં આવ્યા છે.

04 1
આપણા જીવનમાં રંગોનો ઉપયોગ મનને પ્રેરણા યાદ શકિત સાથે એકાગ્રતા ખીલવવામાં મદદરૂપ થાય છે. જયોતિષ શાસ્ત્ર મુજબ પણ દરેક રાશી માટે ખાસ કલરને મહત્વ અપાયું છે. ટ્રેસ દુર કરવા લાલરંગ મદદરુપ થાય તો કાળો કલર આપણે ઘણી વિદ્યા સાથે અને અશુભ સ્થાનો સાથે જોડેલ છે. કાળો દોરો ગળા કે હાથ પગમાં પહેરાય છે. પીળો રંગ મગજને મજબુત રાખે છે. શ્રીમદ્દ ભાગવત મુજબ ત્રણ પ્રકારના વ્યકિતઓની વાત કરી છે જેમાં સતોગુણ, રજો ગુણને તમો ગુણની વાત કરી છે જેને વાદળી – પીળા અને લાલ રંગ સાથે જોડી શકાય છે.રંગ વિનાનું સામાન્ય જીવન કલ્પી પણ ન શકાય. એક બીજા પ્રત્યે લાગણી પ્રેમ વ્યકત કરવા પણ કલર વપરાય છે. ફૂલોની કલર ફૂલ દુનિયાના રંગો ઇશ્ર્વરના ચરણે અને એકબીજા પ્રત્યે અભિવ્યકત કરવા વપરાય છે. લીલારંગથી ઢંકાયેલી આ પૃથ્વીને હરી એટલે જ કહેવાતું હશે. આપણે ભાવના વ્યકત કરવા પણ રંગોનો સહારો લઇએ છીએ. શનિ ન્યાયના દેવતા ગણાતા હોવાથી શુભ-અશુભ ફળ આપનારા છે તે ન્યાયધીશો વકીલો કાળા કોટ પહેરે છે. સૂર્યના કિરણોમાં પણ સાત રંગ જોવા મળે છે જે આપણા માટે આરોગ્યપ્રદ છે. આ કિરણોમાં જાંબુડીયો, વાદળી, પીળો, નારંગી, લીો અને લાલ રંગ હોય છે.રંગો જ આપણને ઉજાવાન બનાવે છે. આપણા કપડાંના રંગોનું જીવન પર બહુ પ્રભાવ પડે છે. દરેક માનવીની પસંદગી જુદી જુદી હોય છે.

05 1

આપણાં શાસ્ત્રો મુજબ પણ રંગો, માનવજીવનને એક કે બીજી રીતે પ્રભાવિત કરે છે. જીવનના રંગોની જેમ દરેક રંગ પણ આપણને પ્રેરણા આપે છે. જીવનમાં દિપોત્સવી પર્વે વિવિધ રંગોની ‘રંગોળી’ પણ આપણા જીવનમાં આનંદોત્સવ સાથે ઉત્સાહ – ઉમંગ લાવે છે. કુદરતા રંગો શૃંગારથી શોભે છે. રંગોના પ્રભાવ જ પ્રભુત્વથી પ્રકૃતિને નીખારે છે. આપણે જોયું છે કે વર્ષા ઋતુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે. માનવી જયારથી સમજતો થયો કે ભાવ પ્રગટ કરતો થયો થ્યારથી તેના જીવનમાં રંગોનો પ્રવેશ થવા લાગે છે. માનવીનો જેવો રંગ તેવો તેનો સ્વભાવ, વિવિધ કલરોની પસંદગી પરથી જ તેના સ્વભાવની ઓળખ થઇ શકે છે.

08 3

ચાર દિવાલની બહાર નીકળીને કુદરતને માણો !
આજની દોડધામ વાળી જીંદગીમાં માનવીને પોતાના માટે જીવન જીવવાનો સમય નથી. પૈસા પાછળની દોટે તેને મશીન બનાવી દીધો છે. ચાર દિવાલની બહાર નીકળીને કુદરતને માણવું જરુરી છે. સૃષ્ટિની સુંદર રચનાનો આનંદ જ આપણને નવજીવન ઉત્સાહ અને ઉમંગ આપે છે. જીવનની હાર્મની પણ કુદરત સાથે જોડાયેલી છે, ત્યારે સ્વ માટે પણ એક લટાર તેના સાનિઘ્યમાં લગાવવાથી એક અનેરા આનંદનો અનુભવ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.