મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસને 621 લોકો પર સર્વે કરી હાઇપરટેન્શન વિશે માહિતી એકઠી કરી

બલ્ડ પ્રેશર થવા પાછળ માનસિક કારણો અને વ્યક્તિગત સ્વભાવ વધુ જવાબદાર હોય છે. 17મે વિશ્વ હાયપરટેન્શન દિવસ છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો છે, પરંતુ હજુ પણ ઘણા લોકો આ અંગે ગંભીર નથી તે ચિંતાનો વિષય છે. સ્થિતિ એ છે કે હાઈપરટેન્શનની સમસ્યા જે પહેલા સામાન્ય રીતે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળતી હતી તે હવે 25-30 વર્ષની વયના યુવાનોમાં જોવા મળે છે. યુવાનોમાં આ રોગ વધવાનું મુખ્ય કારણ અયોગ્ય જીવનશૈલી છે. હાયપરટેન્શન માટે અનેક કારણો જવાબદાર છે જેમાં શારીરિક સાથે ખાસ માનસિક, સામાજિક, વ્યક્તિગત કારણો વધુ જવાબદાર છે. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસને 621 લોકો પર સર્વે કર્યો જેમાં વિવિધ માહિતી મળી આવી.

High blood pressure symptoms: Warning signs of a potentially deadly hypertensive crisis | Express.co.uk

આજે તણાવમાં માણસ તૂટી રહ્યો છે. તે બીમારીની સાથે ડિપ્રેશનથી પીડિત છે, જેના કારણે તે મૃત્યુના આરે છે. સ્ત્રી હોય કે પુરૂષ, આવી સ્થિતિ દરેક સાથે બનતી હોય છે. તણાવની સ્થિતિ એવી છે કે લોકો પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે. ઝડપથી વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓ એક મોટો પડકાર બની ગયો છે આ રોગથી પીડિત યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી છે. યુવાનો કોઈપણ પરિસ્થિતિમાં ખુશ રહેવા માંગતા નથી, જેના કારણે તણાવ વધે છે. આ ઉપરાંત, અનિયમિત આહાર, અવ્યવસ્થિત દિનચર્યા, દારૂ અને સિગારેટનું સેવન વગેરે આ જોખમને વધારે છે.

હાયપરટેન્શન શું છે

The Genetics of Hypertension

હાઈપરટેન્શન એટલે હાઈ બ્લડ પ્રેશર (હાઈ બ્લડ પ્રેશર). આ એક ખતરનાક રોગ છે. વાસ્તવમાં, આ એક એવી સ્થિતિ છે જેમાં ધમનીઓમાં બ્લડ પ્રેશર નોંધપાત્ર રીતે વધી જાય છે અને તેના કારણે ધમનીઓમાં લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે હૃદયને સામાન્ય કરતાં વધુ કામ કરવાની જરૂર છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ હાઈપરટેન્શન છે. આ સિવાય તે મગજ, કિડની અને અન્ય રોગોનું જોખમ પણ વધારી શકે છે.

વધુ પડતી મહત્વાકાંક્ષાને કારણે યુવાનોને તણાવ

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાન દર્દીઓમાં વધારો થયો છે. એવું જોવા મળે છે કે હાઈપરટેન્શનના ઘણા દર્દીઓ યુવાનો છે. જીવનશૈલી આનું મોટું કારણ છે. આ સમસ્યા એવા યુવાનોમાં વધુ જોવા મળે છે જેમના કામમાં લાંબા સમય સુધી બેસવું પડતું હોય છે. વધુ પડતી મહત્વાકાંક્ષાના કારણે આપણે વધુ તણાવ લઈ રહ્યા છીએ જેની ખરાબ અસર આપણા શરીર પર બીપી જેવા રોગોના સ્વરૂપમાં થઈ રહી છે.

સર્વેના તારણો

Hypertension - What is Blood Pressure? - Why should you control blood pressure?

ઘરમાં થતા ઝઘડાઓ હાયપરટેન્શન થવાનું મુખ્ય કારણ છે એવું 70.56% લોકોએ સ્વીકાર્યું.

સતત માનસિક તણાવ અનુભવતા લોકો હાયપરટેન્શન વધુ ધરાવે છે તેવું 89.90%એ સ્વીકાર્યું.

અયોગ્ય જીવનશૈલી હાયપરટેન્શનનું કારણ બને છે તેવું 99.99% લોકોએ સ્વીકાર્યું.

બીમારીની ચિંતા અને સામાજિક તણાવ હાયપરટેન્શન નોતરે છે તેવું 80.78% લોકોએ સ્વીકાર્યું

એકલતામાં થતો વધારો હાયપરટેન્શનમાં પણ વધારો કરે છે તેવું 100% લોકોએ સ્વીકાર્યું

તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા હાયપરટેન્શનમાં વધારો કરે છે તેવું 81.21% લોકોએ જણાવ્યું.

સોશિયલ મીડિયાનો અતિરેક હાયપરટેન્શન નોતરે છે એવું 89.90% લોકોએ જણાવ્યું.

સાયલન્ટ કિલરથી તમારી જાતને કેવી રીતે બચાવવી

What Does High Blood Pressure Feel Like? 3 Personal Stories - GoodRx

– નિયમિત કસરત કરો

– દિનચર્યાને વ્યવસ્થિત બનાવો

– પૌષ્ટિક ખોરાક લો

– ખુશ રહો, ચિંતા અને તણાવથી દૂર રહો

– ફળો, શાકભાજી અને અંકુરિત અનાજ લો

– પૂરતી ઊંઘ લો

– દારૂ અને ધૂમ્રપાન છોડી દો

– હેલ્થ ચેકઅપ કરાવો

30 વર્ષની ઉંમર પછી દર વર્ષે તપાસ કરાવો

– બીપીની સમસ્યા હોય તો બીપીની સાથે સુગર, કિડની વગેરેની પણ તપાસ કરાવો

– હાયપરટેન્શનથી બચવા માટે જીવનશૈલીમાં સુધારો કરો

– ભોજનમાં ઓછામાં ઓછું મીઠું લેવું

– તણાવથી મુક્ત રહેવા માટે યોગની મદદ લો

– વધુ પડતી ચા કે કોફી ન લો, દરરોજ 2 થી 3 લીટર પાણી પીવો

– તમારું બીપી અને થાઈરોઈડ ચેક કરાવતા રહો

કારણો

High blood pressure: Trouble sleeping is linked to hypertension - It affects 42% of Brits | Express.co.uk

– તણાવ

– કસરત ન કરવી

– અનિયંત્રિત આહાર

– તેલયુક્ત ખોરાકનો વધુ પડતો વપરાશ

– ભોજનમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ

– સ્થૂળતા

– ઊંઘનો અભાવ.

લક્ષણો

Hypertension Vs. Hypotension: The Difference In Blood Pressure: WestsideMed: Urgent Care

-માથાનો દુખાવો

– ચક્કર – થાક અને સુસ્તી અનુભવવી

– હૃદયના ધબકારા વધવા

– છાતીનો દુખાવો

– ઝડપી શ્વાસ અથવા શ્વાસ લેવામાં તકલીફ

– ઝાંખી દ્રષ્ટિ

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.