બાળકોનાં સંપૂર્ણ વિકાસ માટે મનોવિજ્ઞાન વિષય ખાસ જરૂરી, ભવનની વિદ્યાર્થીની કૃતવી ભટ્ટે 740 શિક્ષકો પાસે ગુગલફોર્મના માધ્યમ દ્વારા પ્રશ્ર્નોપુછી સર્વે હાથ ધર્યો
અબતક, રાજકોટ
દરેક સમાજની પ્રગતિ નાગરિકોના સ્વસ્થ વિકાસ અને સ્વસ્થ સ્વાસ્થ્યથી થતી હોય છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીને કારણે આપણે શારીરિક સ્વસ્થ થતા જઈએ છીએ. પણ માનસિક સ્વાસ્થ્યનું શું? નાના બાળકથી શરુ કરીને વૃદ્ધો સુધીના બધા માનસિક રીતે ક્યાંક ને ક્યાંક વત્તા ઓછા અંશે પીડાય છે ત્યારે મનોવિજ્ઞાનની ઘણી જરૂરિયાત છે. આ સંદર્ભે શિક્ષકોનું મનોવિજ્ઞાન વિષય વિશે શું માનવું છે અને તેઓ ધોરણ 8થી મનોવિજ્ઞાન વિષય લાગુ પાડવા અંગે શું અનુભવે છે તે સંદર્ભે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવીભટ્ટે ભવન અધ્ય્ક્ષ ડો. યોગેશ એ. જોગસણના માર્ગદર્શન માં 740 શિક્ષકો પાસે ગુગલફોર્મના માધ્યમ દ્વારા પ્રશ્નો પૂછી સર્વે હાથ ધર્યો જેના તારણો નીચે મુજબ જોવા મળ્યા હતા.
શું તમને લાગે છે કે આજકાલના તરુણો ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે? જેમાં 91.9% એ હા જણાવી તરુણો માં આત્મહત્યા અંગે નો ખોટો ખ્યાલ બેસી ગયો હોય તેવું તમને લાગે છે? જેમાં 82.4% લોકોએ હા જણાવી શું તમને લાગે છે કે તરુણો માં મનોવૈજ્ઞાનિક પરિપક્વતા ઓછી છે? જેમાં 89.2% લોકોએ હા જણાવી મનોવિજ્ઞાન વિષય શાળામાં ભણતા તરુણો માટે લાભદાયી સાબિત થઈ શકે?
બાળકોના સંપૂર્ણ વિકાસ માટે મનોવિજ્ઞાન વિષય ખાસ જરૂરી
જેમાં 100% લોકોએ હા જણાવી મનોવૈજ્ઞાનિક પરિપક્વતા માટે મનોવિજ્ઞાન વિષય શાળાના અભ્યાસમાં દાખલ થવો જોઈએ? જેમાં 94.6% લોકોએ હા જણાવી શું તમને લાગે છે કે મનોવિજ્ઞાન વિષયના અભ્યાસથી બાળકોના અભ્યાસ પર તેની હકારાત્મક અસર પડી શકશે? જેમાં 97.3% લોકોએ હા જણાવી મનોવિજ્ઞાન વિષયના અભ્યાસથી તરુણોમાં આત્મહત્યા વૃત્તિમાં ઘટાડો લાવી શકાય? જેમાં 94.6 % લોકોએ હા જણાવી તરુણોને ખોટી લત કે આદતોથી દૂર રાખવા માટે મનોવિજ્ઞાન વિષય મદદરૂપ થઈ શકશે? જેમાં 95.9% લોકોએ હા જણાવી શાળામાં બાળકો ઘણી વખત માનસિક સમસ્યાઓને કારણે ગુચવણમાં મૂકતા હોય તેવું લાગે છે?
જેમાં 91.9% લોકોએ હા જણાવી શાળામાં તરુણો ઘણી વખત ખોટી માન્યતામાં આવી જતા હોય તેવું લાગે છે? જેમાં 86.5% લોકોએ હા જણાવી શું તમને એવું લાગે છે કે મનોવિજ્ઞાન વિષય અભ્યાસ પધ્ધતિ માટે પણ મદદરૂપ થશે? જેમાં 97.3% લોકોએ હા જણાવી બાળકોને નિષ્ફળતા પચાવવા માટે મનોવિજ્ઞાન વિષય મદદરૂપ થઈ શકશે તેવું તમને લાગે છે? જેમાં 94.6 લોકોએ હા જણાવી બાળકોમાં પરીક્ષાના ભયને દુર કરવામાં મનોવિજ્ઞાન વિષય ઉપયોગી થઈ શકશે? જેમાં 94.6% લોકોએ હા જણાવી તરુણો માં વધતી ચિંતા, આક્રમકતા કે ગુસ્સો ઘટાડવા માટે મનોવિજ્ઞાન વિષય મદદરૂપ બની શકશે તેવું તમને લાગે છે?
બાળકોના સંપૂર્ણ વિકાસ માટે મનોવિજ્ઞાન વિષય ખાસ જરૂરી
જેમાં 98.6% લોકોએ હા જણાવી શું તમને લાગે છે કે બાળકોના આત્મસન્માનમાં વધારો કરવા માટે મનોવિજ્ઞાન વિષય અસરકારક થઈ શકે? જેમાં 95.9% લોકોએ હા જણાવી બાળકોમાં પરિપક્વતાની યોગ્ય જાગૃતતા લાવવા માટે મનોવિજ્ઞાન વિષય મદદરૂપ થઈ શકે? જેમાં 97.3% લોકોએ હા જણાવી શું તમને લાગે છે કે સ્વ વિકાસ માટે મનોવિજ્ઞાન વિષય જરૂરી છે? જેમાં 98.6% લોકોએ હા જણાવી
બાળકોને પોતાની જાત અને શારિરિક -માનસિક ફેરફાર સમજવા મનોવિજ્ઞાન ઉપયોગી
ધોરણ 8 થી મનોવિજ્ઞાન વિષયની જરૂરિયાત વિશે મંતવ્યો જણાવતા શિક્ષકોએ જણાવ્યું કે ગામડાના બાળકો અને ત્યાના લોકોમાં હજુ માનસિક રોગ વિશે અંધવિશ્વાસ છે જે મનોવિજ્ઞાનથી દુર થઇ શકશે, બાળકોને પોતાની જાત અને તેમના શારીરિક માનસિક ફેરફાર સમજવા માટે મનોવિજ્ઞાન ઉપયોગી છે, આજના કપરા સમયમાં શારીરિક રોગ કરતા માનસિક રોગ વધતા જાય છે ત્યારે મનોવિજ્ઞાન વિષયની તાતી જરૂરિયાત છે. જીવનને વિધાયક વલણથી મનોવિજ્ઞાન દ્વારા જોઈ શકશે.