માતંગી (મોઢેશ્ર્વરી) માતૃસંસ્થાના નેજા હેઠળ સમસ્ત મોઢ સમાજના કુળદેવી મોઢેશ્ર્વરી માતાના મંદિરનું નિર્માણ: ભક્તિમય કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરતા આગેવાનો
આગામી તા.૫ થી ૬ ડીસેમ્બર, ૨૦૧૯ના ગુરૂવારે તેમજ શુક્રવારે વાંકાનેરી જડેશ્ર્વર જતાં રસ્તામાં તીથવા (ભંગેશ્ર્વર) મુકામે એટલે કે પાંચાલ ભૂમિ તરીકે ઓળખાતી ભૂમિ પર સમસ્ત મોઢ સમાજના કુળદેવી મોઢેશ્ર્વરી ઉર્ફે માતંગી માતાજીના “માં નુ ધામ નામના મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. જેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં સંતો-મહંતો, મંદિર નિર્માણના દાતાઓ, આગેવાનો સહિત મોઢ સમાજ સમસ્ત ઉપસ્તિ રહેશે. ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે વિખ્યાત હાલના મહેસાણા જિલ્લાના ચાણસમાં અને બહુચરાજી નજીક મોઢેરા ગામના સમસ્ત મોઢ સમાજ કે જેમાં મોઢ બ્રાહ્મણ, મોઢ વાણીયા, મોઢ ઘાંચી, મોઢ મોચી, મોઢ પટેલ સહિત મોઢ સમાજની જ્ઞાતિના કુળદેવી મોઢેશ્ર્વરી ઉર્ફે માતંગી માતાજીના છ એકરી પણ વધુ વિશાળ જગ્યામાં મંદિર આવેલ છે. આ મંદિર ઉતર ગુજરાતમાં હોવાની સૌરાષ્ટ્ર-કચ્છના મોઢ સમાજને આ મંદિરે માતાજી દર્શન કરવા માટે લાંબુ અંતર કાપવું પડતું હતું. જેને લઈને મોરબી, રાજકોટ સહિત ખાસ કરીને મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ ઘાંચી, મોઢ સઈ સુતાર, મોઢ દરજી, મોઢ પટેલજેવા દરેક મોઢ સમાજ સૌરાષ્ટ્રમાં વસતા હોય વાંકાનેર ખાતે આ મંદિરના નિર્માણી દરેકને લાંબા અંતર કાપવાની સમસ્યામાંથી રાહત મળશે. ત્યારે સૌરાષ્ટ્રમાં મોઢેશ્ર્વરી માતાજીના મંદિર બનાવવા માટે જહેમત ઉઠાવતા વાંકાનેર તિવા ગામ પાસે મંદિર નિર્માણ માટે દાતાએ જગ્યા ફાળવી હતી.
આગામી તા.૫ અને ૬ ડિસેમ્બરના રોજ મોઢેશ્ર્વરી માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુરૂવારના રોજ સવારી જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ શે. ત્યારબાદ તા.૬ના શુક્રવારે મોઢેશ્ર્વરી ઉર્ફે માતંગી માતાજી, ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાોકત અને વેદોકત વિધિવિધાનસાથે સંપન્ન શે અને બંને દિવસ બપોરે ૧૧:૩૦ થી ઉપસ્તિ ભાવિકો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે.
આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મસભાના સંયોજક સ્વામી પરમાત્માનંદજી, જડેશ્ર્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલજી મહારાજ, ભંગેશ્ર્વર મહાદેવ મંદિરના હિરદાસ મહારાજ અને વાંકાનેર ગાયત્રી મંદિરના અનિલભાઈ રાવલ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના દરેક ગામ અને શહેરના જ્ઞાતિમંડળો તેમજ તેમના કારોબારી સભ્યો ઉપસ્તિ રહેશે અને દરેક ગામમાંથી દરેક મંડળોએ આવવા-જવા માટે બસની વ્યવસ્થા કરેલ છે. આ માટે બોડીંગનો સંપર્ક કરવા જણાવાયું છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટીઓ તેમજ સહયોગી પ્રમુખ ગીરધરભાઈ જોષી, અંબરીશભાઈ એસ.ભટ્ટ, સુરેશભાઈ અને.પંડ્યા, શશિકાંતભાઈ કે.દવે, રમેશભાઈ એલ.જોષી, પ્રવિણભાઈ એન.પંડ્યા, શાી હિંમતલાલ વી.જોષી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે. કાર્યક્રમને સફળ બનાવવા અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.