યોગારૂઢ સ્વામી. રાજર્ષિ મુનીજી દ્વારા પ્રેરીત તથા સ્થાપીત એવા સંયોગ ટ્રસ્ટ રાજકોટ તથા લાઇફ મીશન રાજકોટ દ્વારા પ્રતિવર્ષ ની જેમ જ આ વર્ષે પણ તા. ૧ર ઓગષ્ટને રવિવારના રોજ ઇન્ડોર સ્ટેડીયમ રાજકોટમાં સમગ્ર રાજકોટ જીલ્લાના શાળા-કોલેજ તથા યોગ જીજ્ઞાસુ ઓ દરેક વય જુથમાંથી આશરે ૬૫૦ જેટલા પ્રતિસ્પર્ધીઓ એ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો.

જેમાં અન્ડર-૧૪ વર્ષ અન્ડર-૧૯ વર્ષ અન્ડર-રપ વર્ષ અન્ડર-૪૦, અન્ડર-૫૦ ના સ્પર્ધકો એ યોગ એથ્લેસ્ટીક સ્પધામાં ભાગ લીધેલ હતો.

આ આર્ટીસ્ટીક તથા સમુહ યોગ નૃત્યની સ્પર્ધા ઓ સંગીતના તાલ સાથે યોગાસનોની પ્રસ્તુતી કરેલ હતી.

મહેમાનો દ્વારા દરેક સ્પર્ધકોની સર્ટીફીકેટ તથા દરેક વિજેતાઓને મેડલ તથા સર્ટીફીકેટસ એનાયત કરીને પ્રોત્સાહીત કરેલ હતા. તથા પ્રતિ વર્ષની જેમ જ આ વર્ષે પણ તમામને આયોજન પૂર્વકનું ખુબ સુંદર ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવેલ હતી. સ્પર્ધા સવારના આઠ વાગ્યાથી શરુ કરીને સાંજે ૬ વાગ્યે વિધીવત રીતે સંપન્ન કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.